તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા-ખેમપુર બસનો સમય બદલાતા છાત્રો-મુસાફરોને મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાથી 9.30 કલાકે ઉપડતી લુણાવાડા -ખેમપુર બસ જિલ્લા તેમજ તાલુકા મથક ને જોડતી કડી સમાન છે. જેને 7 ફેબ્રુઆરી ના રોજ વહીવટી કારણોસર તાર્કિક કારણો સિવાય સમયમાં ફેરફાર કરી 9 વાગ્યાનો કરી દેવાતા વિદ્યાર્થીઓ,નોકરીયાતો તેમજ રોજગાર માટે મુસાફરો માટે સમય અનુકૂળ આવતો નથી.

આ બસનો રૂટ સવારે 9:30 કે 9:45 સુધીમાં ઉપડે તેવી માંગ કરવામાં આવી છે. પાસ હોલ્ડર મુસાફરો અને વિદ્યાર્થીઓની બસ હોવાથી તેમને સમય અનુકુળ ન આવતા સમયમાં ફેરફાર કરી રૂટ યથાવત કરવા ઉગ્ર માંગણી કરાઇ છે.

આ બસમાં સાલાવાડા, વરધરી, ખેમપુર, બાલાસીનોર જતા વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ રોજબરોજના કામે આવતા જતા લોકો પણ ટેવાયેલા હોવાથી રૂટને યથાવત કરવા શાંતિનિકેતન હાઇસ્કૂલ કડાછલાના આચાર્ય કનુભાઈ પટેલ દ્વારા ગોધરા ડિવિઝન કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો