તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુજી! તુમ ચંદન હમ પાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર : વઢવાણમાં રવિવારે નવા દરવાજા બહાર રોહિદાસ મંદિરે વઢવાણ સંત શિરોમણિ રોહિદાસ સેવાસમાજ દ્વારા રોહિદાસ બાપુની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. વઢવાણમાં ચર્મકુંડો ધમધમતા હતા ત્યાં રોહિદાસ બાપુનું મંદિર બનાવાયું છે. ચર્મકુંડ ઉપર જ મંદિર બનાવવાનો સંભવત: આ પ્રથમ કિસ્સો છે. ગુજરાતમાં પશુઓનાં ચામડાં ઉતારવાના વ્યવસાયને વરેલા ચમાર લોકો માટે ચર્મકુંડ પવિત્ર ગણાય છે. કારણ કે આ ચર્મકુંડમાં જ રોહિદાસ બાપુએ ભક્તિથી ગંગાજીને પ્રગટ કર્યાં હતાં. રૂ. 50 લાખના ખર્ચે રોહિદાસ બાપુનું ભવ્ય મંદિર બનાવાયું છે. વઢવાણ સંત શિરોમણિ રોહિદાસ સેવાસમાજ દ્વારા વઢવાણ નવાદરવાજા બહાર રોહિદાસ મંદિરે રોહિદાસબાપુની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 24 ફેબ્રુઆરીએ રાજ્યભરમાંથી 25 હજારથી વધુ અનુસૂચિત જાતિના લોકો ઊમટી પડીને શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં રતિલાલભાઇ જી. મકવાણા, રમેશ કે. ચૌહાણ, વઢવાણ ગુલાબસાહેબની જગ્યાના મહંત કલ્યાણગીરી બાપુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંભવત: દેશનું પ્રથમ મંદિર બન્યું
ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ.

અમદાવાદ સોમવાર, 25 ફેબ્રુઆરી, 2019
શ્રદ્ધાનું કેન્દ્ર : વઢવાણના નવા દરવાજા બહાર મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ.

શોભાયાત્રામાં શહેરના માર્ગો પર ભક્તોની ભીડ જામી
રાજ્યભરમાંથી રોહિદાસ બાપુના મંદિરે ઊમટી પડેલા લોકો ડીજેના તાલે શોભાયાત્રામાં જોડાયા હતા. શહેરના માર્ગો પર ભકતોની ભીડ જામતા એક સમયે વાહનોથી ધમધમતા આ રસ્તાઓ પર ધાર્મિક વાતાવરણનો માહોલ જામતા પસાર થતા લોકોના પણ પગ પણ થોડા સમય માટે થંભી ગયા હતા.

| 4
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો