તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કરજણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કક્ષાનું ઇસ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં ડીવાય.એસ.પી કરજણ પોલીસ સ્ટેશન કરજણ પોલીસ લાઈન કરજણ સબ જેલ તેમજ દલિત મહિલાનું મુલાકાત લીધી હતી. તેમજ કરજણના આગેવાનો સાથે પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે તેમજ નેશનલ હાઈવે પર આવેલ સાંકળા બ્રીજને પહોળા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વેકેશન દરમિયાન બહાર જતા આજુબાજુવાળાને જાણ કરીને જવું તથા રોકડ રકમ હોય તો બેન્કમાં જમા કરાવીનું જણાવાયું હતું.

કરજણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કક્ષાનું ઇસ્પેકશન યોજાવા આવ્યું હતું. જેમાં કરજણ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત લીધા બાદ કરજણમાં આવેલા દલિત મોહલ્લાની મુલાકાત લેવામાં તેમજ કરજણ નગરની જનતા તેમજ અગ્રણીઓ સાથે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કે. એમ. સોલંકી, પી.આઈ એ. એ. દેસાઈ, પી.એસ.આઇ. એચ.એમ રાણા, પીએસઆઇ વાઘેલા પીએસઆઇ ડાંગી તેમજ કરજણ નગરના અગ્રણીઓ લોક દરબારમાં હાજર રહ્યા હતા. જેમાં કરજણ નગરમાં લબરમૂછિયા બેફામ બાઇક હંકારતા હોય તેવા યુવાનોને ટ્રાફિક નિયમનું સમજ આપી તેમજ નેશનલ હાઇવે 48 પર સાંકડા બ્રિજ ના કારણે અકસ્માત સર્જાતા હોય જેથી સાંકડો બ્રીજ અને પહોળા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ડીવાયએસપી કે. એમ. સોલંકી નગરની જનતાને જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન જ્યારે પણ બહાર જાઓ ત્યારે ઘર બંધ હોય તો આજુબાજુવાળાને જાણ કરવી તેમજ ઘરમાં રોકડ રકમ હોય તો બેંકમાં જમા કરાવી જેથી ચોરીનો ભય ન રહે એ બાબતેની નગરજનો ટકોર કરી હતી.

_photocaption_કરજણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કક્ષાનું ઇસ્પેકશન યોજાયું હતું. જેમાં દલિત મોહલ્લાની મુલાકાત લેવામાં આવી તેમજ નગરની જનતા તેમજ અગ્રણીઓ સાથે લોક દરબાર યોજાયો હતો. } જતીન વ્યાસ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો