તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ તાલુકા પંચાયતના આવાસોમાં જીવના જોખમે રહેતા અધિકારીઓ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકા પંચાયતમાં વિવિધ ખાતાઓમાં મોટેભાગે તાલુકા અને જિલ્લા બહારના અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા પંચાયતના અધિકારીને રહેવા માટેના આવાસ ખખડધજ અવસ્થામાં ફેરવાઇ જતાં અધિકારીઓનાં પરિવારજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

જવાબદાર વિભાગ દ્વારા તાજેતરમાં 2.40 કરોડોના ખર્ચે આધુનિક સુવિધાવાળૂ તાલુકા પંચાયત ભવન બાંધ્યું છે. ત્યારે ૫૩ વર્ષ જુના અધિકારીઓનાં આવાસ તરફ કોઇ કાર્યવાહી ન કરાતા 16 જેટલા આવાસમાં રહેતા અધિકારોના પરિવારજનો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. તેમજ કોઈ સુવિધા ન હોવાના લીધે કેટલાક અધિકારીઓને દરરોજનું અપડાઉન કરવું પડે છે તેમજ ખાનગી વાહનોના પાર્કિંગનો ખડકલો તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ જોવા મળે છે.

2.40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત કચેરી બનાવી પરંતુ આવાસ માટે બેદરકારી

_photocaption_ઝાલોદ તાલુકા પંચાયતના આવાસો જર્જરિત અવસ્થામાં. }સહલ ગુડાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો