તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વાહનોના કારણે ગામના અંતરિયાળ રસ્તાઓ ખરાબ થઈ જતાં લીઝ ધારકોએ સ્વખર્ચે રોડનું સમારકામ કરાવવાનું રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાણ-ખનીજ વિભાગ દ્વારા કરજણ તાલુકાના સાયર અને ઝઘડિયા તાલુકાના વેલુ ગામમાં રેતીના ખનનની પરમિટ ધરાવતા લીઝ ધારકોને ગામના અંતરિયાળ રસ્તાઓનું સમારકામ કરવા માટે આદેશ કરાયો છે. સાયર અને વેલુ ગામમાં આવેલી લીઝમાંથી દરરોજ 800 ડમ્પરો રેતી ભરીને નીકળે છે. જેના કારણે મુખ્ય રસ્તાથી ગામોને જોડતા અંતરિયાળ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ ઉપરાંત નારેશ્વરથી વડોદરા અને ભરૂચ તરફ જતા મુખ્ય રસ્તાઓ પર બાઝી ગયેલા રેતી અને માટીના થરને પણ લીઝ ધારકોએ સ્વખર્ચે દૂર કરવાના રહેશે.

ભૂસ્તરશાસ્ત્રી નિરવ બારોટના જણાવ્યા અનુસાર, 4 જાન્યુઆરીના રોજ ખાણ-ખનીજ વિભાગ દ્વારા સાયર ગામના સરપંચ,ગ્રામ પંચાયતના સભ્યો અને લીઝ ધારકો વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં લીઝ ધારકો અને ગ્રામ પંચાયતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ પ્રશ્નોને સાંભળીને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ તો સાયર અને વેલુ ગામમાંથી દરરોજ રેતી ભરીને 800 ડમ્પરો નીકળે છે. જેમાંથી 30 ટકા ડમ્પરો સાયર ગામમાંથી ...અનુસંધાન પાના નં.2

ઓવરલોડ વાહનો પર નજર રાખવા માટે સીસીટીવી લગાવાયા
ખાણ-ખનીજ વિભાગ દ્વારા રેતી અને ગ્રેવલ ભરેલાં ઓવલોડ ડમ્પરો પર નજર રાખવા માટે સ્ટોકિસ્ટ અને બ્રેવરીઝ ધારકોની ઓફિસ અને તેની આસપાસના રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ સીસીટીવી કેમેરા થકી કોઈ ડમ્પર માલિક પોતાના વાહનમાં રેતી અથવા ગ્રેવલનું ઓવરલોડિંગ કરતા હશે તો તેના પર વોચ રાખવામાં આવશે. જ્યારે આગામી સમયમાં વડોદરા ખાણ-ખનીજ કચેરીમાં આ સીસીટીવી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિગ જોઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...