તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામમાં ગેરકાયદેસર બંદૂક સાથે LCBએ શખ્સને ઝડપી પાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા વિરમગામ તાલુકાના જુનાપાદર ગામ પાસે આવેલી રોકેટ રિદ્ધિ સિદ્ધિ કંપની માં ફરજ બજાવતા શખ્સને સીંગલ બેરલ બંદૂક ઉત્તર પ્રદેશના પરવાનાવાળી ગુજરાતમાં પરવાનો ન હોવા છતાં લઈને ફરતા પકડાઈ જતા શખ્સ વિરુદ્ધ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે

એલસીબીના સ.ત.આ.પો. કો. મુકેશભાઈ શંભુભાઈ,આ.હે.કો.પરસોતમભાઈ અભુભાઈ, અ.હે.કો.ગિરિરાજસિંહ દિલીપસિંહ,આ.પો.કો. જગદીશચંદ્ર કાળીદાસ,આ.પો.કો.નરેન્દ્રસિંહ ખોડાભાઈ વગેરે સ્ટાફના માણસો 14 એપ્રિલે રાત્રે વિરમગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોપટ ચોકડી પાસે આવતા ખાનગી બાતમી મળે કે જુનાપાધર ગામની સીમમાં આવેલ રોકેટ રિદ્ધિ સિદ્ધિ કંપનીમાં રામવિરસિંહ પાલ ઉત્તર પ્રદેશનું હથિયાર લાયસન્સ ધરાવતી બંદૂક સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ગુજરાત રાજ્યનું હથિયાર લાયસન્સ ધરાવતા નથી જે બાબતે ફેક્ટરી ખાતે પંચ સાથે જઈ તપાસ કરતા રામવીરસિંહ વિજયબહાદુર પાલ ઉંમર 40 વર્ષ હાલ રહે. સામાસૂર્યા ફાટક પાસે વિરમગામ (મૂળ રહેવાસી. ટપકાપુર ઉત્તર પ્રદેશ)નો હોવાનું જણાવતા સાથે ની બંદૂક નું લાયસન્સ ગુજરાત રાજ્યનું નહોય બંદૂક સહિત 6 જીવતા કારતૂસ સાથે કુલ ₹ 10,600 ના મુદ્દામાલ સાથે આર્મ એક્ટ કલમ-30 મુજબ ધરપકડ કરી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

હજુ પણ કેટલાય પરવાના વગર બંદુક સાથે રોફમાં ફરતા હશે અને સમાજમાં દહેશત ફેલાવતા હશે તેમને પણ રોકવા અનિવાર્ય છે.પોલીસની સતર્કતા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...