• Gujarati News
  • લિવ ઇન રિલેશનશીપમાં રહેતાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

લિવ ઇન રિલેશનશીપમાં રહેતાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ગળે ફાસો ખાવાના બે અલગ-અલગ બનાવોમાં વાઘોડિયા રોડ પર યુવકને પત્ની સાથે ખટરાગ થતા લાગી આવતા ગળેફાસો ખાઈ લીધો હતો. જયારે ઊડેરાની પરિણીતાએ બિમારીથી ત્રસ્ત થઈને ગળેફાંસો ખાઈ લીધો હતો.
વાઘોડિયા રોડ અભિષેક ટેનામેન્ટમાં રહેતા રણજીત લાલજી ચૌહાણ ત્રણ વર્ષથી એક પરિણીત મહિલા સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહેતો હતો. જોકે, મહિલા પોતાના પ્રથમ પતિથી થયેલા સંતાનને પોતાની સાથે રાખતી હતી જેને લઈને બંને વરચે બોલાચાલી થયા કરતી હતી. બુધવારે મોડી રાત્રે પણ દંપતિ વરચે બોલાચાલી થઈ હતી. જેને પગલે યુવકને માઠું લાગી આવ્યું હતું અને તેણે રાત્રિના સમયે બેડરૂમમાં પંખામાં લેડીઝ લેંગીન્ઝ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઉડેરાની જલારામ સોસાયટીમાં રહેતી ભંવરી જયરામ ચૌધરી (ઉ.વ. ૩૮) છેલ્લાં કેટલાંય સમયથી માથા અને પેટની બિમારીથી ત્રસ્ત હતી. બુધવારે તેનો પતિ દુકાને ગયો હતો અને બપોરે બંને સંતાનો ટયૂશને ગયા હતા ત્યારે પરિણીતાએ પોતાના ઘરના ઉપરના માળે પંખામાં સાડીનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો.