• Gujarati News
  • 12 શાળાઓ વહેલી છોડી દેવાઇ

12 શાળાઓ વહેલી છોડી દેવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાફતેપુરા અને હાથીખાના ખાતે બે જૂથો વચ્ચે આજે બપોરે પુન: ફાટી નીકળેલાં તોફાનો અને અફવાને પગલે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી શાળાઓનાં સંચાલકો-આચાર્યે વિદ્યાર્થીઓને સલામતીનાં કારણોસર વહેલાં છોડી મૂક્યાં હતાં. ભૂતડીઝાંપાની ન્યૂઇરા ગર્લ્સ સ્કૂલ, જીવન સાધના સ્કૂલ, મોગલાવાડાની એમઇએસ ગર્લ્સ હાઇસ્કૂલ, પાણીગેટના જૂની ગઢીની સાર્વજનિક સ્કૂલ, ફતેપુરાના નવભારત વિદ્યાલય, વિનય વિદ્યાલય, માંડવીની એચ.વી.શ્રોફ હાઇસ્કૂલ, ઘડિયાળી પોળની સયાજી બોયઝ, સયાજી ગર્લ્સ, વાઘોડિયાની ન્યૂ હેવન સ્કૂલ તથા કારેલીબાગની જીવન ભારતી, સરદાર વિનય સ્કૂલ, અંબે વિદ્યાલય, બ્રાઇટ સ્કૂલનાં બાળકોને વહેલાં છોડી મૂક્યાં હતાં.