તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસેના ટ્રાિફકનો ~4 કરોડના ખર્ચે સરવે થશે

અકોટા-દાંડિયાબજાર બ્રિજ પાસેના ટ્રાિફકનો ~4 કરોડના ખર્ચે સરવે થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તો.. બે વર્ષથી અટવાયેલા અન્ય બે બ્રિજ માટેનો માર્ગ મોકળો થશે

ગતવર્ષના બજેટમાં હરણી સંગમ ચાર રસ્તા અને સુશેન ચાર રસ્તા પર બ્રિજ બનાવવાનુું સૂૂચન થયું હતું. પરંંતુ, બંને વિસ્તારમાં કોઇ કામગીરી થઇ શકી હતી. દાંડિયાબજાર રોડ પર ટ્રાફિકના સરવે માટે લીલી ઝંંડી આપી છે. આગામી દિવસોમાં હરણી સંગમ ચાર રસ્તા તેમજ સુશેન સર્કલ પરના બ્રિજની શક્યતા તપાસવા માટે કામગીરી સોંપવી કે પછી તેને અભરાઇએ ચડાવી દેવો તેનો માર્ગ મોકળો થશે.

શહેરનાટ્રાફિકથી ધમધમતા દાંંડિયાબજાર મહારાણી શાંતાદેવી હોસ્પિટલ જંકશન પર બ્રિજની શક્યતા તપાસવા માટે નવરાત્રીથી સરવેનો પ્રારંભ કરવામાં આવનાર છે.

શહેરના દાંડિયાબજાર અને વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ત્યાં ટ્રાફિક જામની શક્યતા વધી છે. જેથી, અા સમસ્યાને પહોંચી વળવા માટે ટ્રાફિક સરવે કરાવવાની દિશામાં સેવાસદને કવાયત આદરી છે. જેના ભાગરૂપે, સેવાસદનના બજેટમાં મહારાણી શાંતાદેવી જંકશન અને વૃંદાવન ચાર રસ્તા ખાતેનો ટ્રાફિક સરવે કરીને ડીપીઆર બનાવવા માટે રૂા.4 કરોડના ખર્ચની જોગવાઇ બજેટમાં કરવામાં આવી હતી.

દાંડિયાબજાર અકોટા રોડ પર ઓવર બ્રિજ અને રિવર બ્રિજ બનાવવામાં આાવેલ છે. કોઠી ચાર રસ્તાથી દાંડિયાબજાર તરફ ટ્રાફિકનુંં ભાારણ દિવસેદિવસે વધી રહ્યુ છે ત્યારે ત્યાં બ્રિજ કેવી રીતે બનાવવો અને બ્રિજની શક્યતા તપાસવા માટે ટ્રાફિક સરવે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નિર્ણયના ભાગરૂપે બજેટની મંજૂરીના મહિનામાં દાંડિયાબજાર રોડ પર ટ્રાફિક સરવે કરાવવા માટે ઓફર મંગાવવામાં આવી હતી. જે પૈકી સેવાસદનને હાઇએસ્ટ ઓફર આપનાર ઇજારદાર એજન્સી નવરાત્રિના તહેવારમાં રાતના સમયે સરવે કરશે.આ સરવે રિપોર્ટ આધારે દાંડિયાબજાર રોડ પર મહારાણી શાંતાદેવી હોસ્પિટલ પાસે બ્રિજ બનાવવો કે કેમ તેના પરથી પડદો ખૂલી જશે.

સેવાસદનનાં સૂૂત્રોના જણાવ્યા મુજબ, સરવેના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યા પછી બજેટમાં સૂચવાયેલા અન્ય માર્ગો પર સરવે શરૂ કરવામાં આવશે.

32મીટર

દાંડિયાબજાર મહારાણી શાંતાદેવી જંકશન રોડ

ફેક્ટ ફાઇલ

રોજનાં એક લાખથી વધુ વાહનો પસાર થાય છે : સેવાસદનના બજેટમાં ટ્રાફિક સરવેની જોગવાઇ કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...