તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 ઉમેદવારોનું ઘર શહેર વાડી મત િવસ્તારમાં, બેઠકો અલગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરવાડી મતવિસ્તારમાં ભાજપના એક ધારાસભ્ય સહિત 4 દિગ્ગજો રહે છે. વિસ્તારના ધારાસભ્ય સયાજીગંજ મતવિસ્તારમાં મકાન ધરાવે છે .

શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ છે. વિધાનસભા મતવિસ્તારમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મકાન ધરાવે છે. તેવી રીતે, સંખેડાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના સંખેડા બેઠકના ઉમેદવાર અભેસિંહ તડવી પણ વાઘોડિયા રોડ પર શહેરવાડી વિધાનસભા મતવિસ્તારમાં રહેણાંક ધરાવે છે. તેવી રીતે, પાલિકાના કાઉન્સિલર અને ડભોઇના ભાજપના ઉમેદવાર શૈલેશ મહેતા(સોટ્ટા) પણ વાઘોડિયા રોડ પર રહેણાંક ધરાવે છે. શહેર જિલ્લાની દસ બેઠક પૈકી એક બેઠક એવી અનોખી છે કે જયાં એક પક્ષના ચાર ચાર આગેવાનો-ધારાસભ્યો રહે છે. ભાજપના ત્રણ ત્રણ દિગ્ગજો એક વિધાનસભા મતવિસ્તારમાં રહે છે અને સત્તાવાર ધારાસભ્યને પણ તેમની કામગીરી વિસ્તારમાં કરવાની થતી હોય છે અને તેના કારણે સ્થાનિક પ્રશ્નો ભાજપના બે ધારાસભ્યો, એક પૂર્વ ધારાસભ્ય અને ઉમેદવાર પાસે આવતાં હોય છે.

સંખેડા બેઠકના ઉમેદવારોનંું ઘર વાઘોડિયા રોડ પર છે

શહેરવાડીના ધારાસભ્ય બીજા મતવિસ્તારમાં રહે છે

અન્ય સમાચારો પણ છે...