તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસણા રોડની વિવાદી જમીનમાં પોલીસને સાક્ષી બનાવવાનો ખેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણારોડની વિવાદી જમીનમાં કબજાના મુદ્દે કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ પર ટોળકીએ હિચકારો હુમલો કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં પોલીસને સાક્ષી બનાવવાનો ખેલ થયો હોવાનું સપાટી પર આવ્યું છે.

વાઘોડિયા રોડની કરોડોની જમીનમાં સશસ્ત્ર ટોળકીનો કબજો,જમીનના વિવાદમાં બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હત્યાની સોપારી તેમજ વાસણા રોડની જમીનના મુદ્દે કોર્પોરેટર પર હુમલાના બનાવથી શહેર પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ છે.

કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ, મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ જયપ્રકાશ પટેલ, જમીનના કુલમુખત્યાર કીર્તિ પટેલ તેમજ સીમાબહેનના પતિ રમેશ પટેલ અને સામા પક્ષના અનુજ પટેલ ગત 21મીએ પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવા ગયાં હતાં. જોકે ઓફિસમાં સીમાબહેનના પતિ રમેશ પટેલે કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના મોબાઇલથી કંટ્રોલરૂમમાં કોલ કરી અમારી જમીન ઉપર કોઇ અજાણ્યા ઇસમોએ કબજો કર્યાની જાણ કરતાં પોલીસ પહોંચી હતી. પોલીસ માહિતી આપનારને કોલ કરતાં જય રણછોડ સહિતના લોકો પોલીસ ભવનથી ત્યાં પહોંચી ગયા હતા. પોલીસની હાજરીમાં જમીન પરથી સામાન હટાવવાની પ્રક્રિયા શરૂ થતાં મારક હથિયારો લઇ આવેલી ટોળકીએ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ પર હુમલો કર્યો હતો. ઘાયલ કલ્પેશ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ હાલતમાં સુધારો હોવાનું પોલીસે જણાવ્યું છે.

જમીન વિવાદના 3 બનાવોથી પોલીસ શંકાના દાયરામાં

જયરણછોડના ફોનથી કંટ્રોલમાં કોલ કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...