તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્પેશ પટેલે ગાયત્રી શક્તિપીઠની જમીનનો દસ્તાવેજ પણ કરી લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્રસિંહવાઘેલાની હત્યાની સોપારીના ચકચારી કેસમાં પકડાયેલા ભૂમાફિયા અલ્પેશ પટેલે વાઘોડિયાના ખટંબા સ્થિત ગાયત્રી શક્તિપીઠની 45000 ચો. ફૂટ જગ્યાનો દસ્તાવેજ કરી લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ખટંબા ગાયત્રી શક્તિપીઠના મુખ્ય ટ્રસ્ટી ગિરીશ પટેલે કહ્યું કે, ગાયત્રી પરિવારના ખટંબા સ્થિત શક્તિપીઠના ટ્રસ્ટ ડીડ 9 સપ્ટેમ્બર 1999 ના રોજ કર્યું હતું. ફાઉન્ડર ટ્રસ્ટી ચંદ્રકાંત પટેલની 30,000 ચો.ફૂટ જમીન મંદિર માટે લીધી હતી. ત્યારબાદ 15000 ચો. ફૂટથી વધુ જમીન પણ સમજૂતી કરાર કરીને લીધી હતી. વર્ષ 2015માં અલ્પેશ પટેલે ફાઉન્ડર ટ્રસ્ટી સાથે મળી રૂા. 30 લાખમાં દસ્તાવેજ કરી લીધો હતો. જમીન સંદર્ભે કોર્ટમાં પણ દાવો ચાલી રહ્યો છે. ફાઉન્ડર ટ્રસ્ટીને સંદર્ભે પૂછતાં તેમણે મંદિરની 3000 ચો. ફૂટ જગ્યા હોવાનું કહી રહ્યા છે. અલ્પેશે દસ્તાવેજો સાથે ચેડાં કરી 30, 000 ના સ્થાને માત્ર 3000 ચો. ફૂટ જમીન હોવાનું દર્શાવ્યું છે. વળી, ગણેશ વિસર્જનના દિવસે ટ્રસ્ટી મંડળની બેઠક મળી ત્યારે અલ્પેશ પટેલ પણ હાજર રહ્યો હતો. તેણે મારી પાસે મની અને મસલ્સ પાવર છે તેવી ધમકી પણ આપી હોવાનું ગિરીશ પટેલે કહ્યું હતું. અલ્પેશે ધર્મેન્દ્રસિંહની સોપારી લીધી હોવાનું બહાર આવતાં અમે પણ પોલીસ રક્ષણ માગી દસ્તાવેજના સંદર્ભે ફરિયાદ કરીશું.

શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ખટંબા ગાયત્રી શક્તિપીઠના ગાયત્રી મંદિરનાં જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કબજાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ટ્રસ્ટીઓ દ્વારા વાઘોડિયા પોલીસમાં ફરિયાદ માટે તજવીજ

ધર્મેન્દ્રસિંહ સોપારીકાંડના આરોપીનું વધુ એક કારસ્તાન

ઉકેલ નહિ આવતાં હત્યાનો પ્લાન કર્યો: દૂબે

બિલ્ડર ધર્મેન્દ્રસિંહની સોપારીના પ્રકરણના તપાસકર્તા PI એ.વી. પરમારે જણાવ્યું હતું કે, આરોપીઓ અને સાહેદો સહિત 14 જણનાં નિવેદન લેવામાં આવ્યાં છે. તમામ આરોપીઓનું ક્રોસ વેરિફિકેશન પણ કરાયું છે. જમીનના પ્રકરણમાં વારંવાર મિટિંગ કરવા છતાં કોઇ ઉકેલ નહિ આવતાં ધર્મેન્દ્રસિંહનો કાંટો કાઢવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હોવાની અશોક દૂબેએ કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓના બેંક એકાઉન્ટમાં નાણાકીય લેવડદેવડની કોઇ સ્પષ્ટતા થઇ નથી. ભવરલાલની સીધી સંડોવણીના કોઇ સાંયોગિક પુરાવા પોલીસને હાથ નહિ લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

દસ્તાવેજમાં આગળના ભાગે ફોટો મૂક્યો

વિવાદી જમીનમાં ગાયત્રી મંદિર તેમજ ટ્રસ્ટની જગ્યા હોઇ અલ્પેશ મફત પટેલે જમીનના દસ્તાવેજમાં મંદિરના આગળના ભાગનો ફોટો મૂક્યો હોવાનું જણાય છે. કાર્યવાહી અંગે ટ્રસ્ટીઓએ હરિદ્ધાર સ્થિત મુખ્ય મંદિરમાં પણ જાણ કરી છે.

રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાશે

ભવરલાલ સહિત 7 આરોપીનાં બેંક અેકા.ની પોલીસે તપાસ કરતા ધર્મેન્દ્રસિંહના ભાગીદાર મયંક પટેલ અને ભવરલાલના ડ્રાઇવર વચ્ચે થયેલી વાતચીત મુજબ એક વર્ષ પહેલાંથી ધર્મેન્દ્રસિંહને ઠેકાણે પાડવાનું કાવતરું થઇ રહ્યું હોવાનું પણ સપાટી પર આવ્યું છે. સોમવારે રિમાન્ડ પૂરા થતાં તમામને કોર્ટમાં રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...