તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાંદલજામાં ઘરનો દરવાજો ખુલ્લો રહી જતાં ગઠિયા પર્સ ચોરી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરીમાં એક મહિલા સહિત બે જણાની સંડોવણી હોવાનું અનુમાન

તાંદલજાનાઓએસીસ એવન્યુ ખાતે સોમવારે સવારે ઘરનો દરવાજો ખુલ્લો રહી જતાં 15 મિનિટમાં મહિલા સહિત 2 શખ્સ પર્સની ચોરી કરી રફૂચક્કર થઇ ગયા હતાં. પર્સમાં રોકડા રૂા. 11000 સહિતના મહત્વના ઓરીજનલ દસ્તાવેજોની ચોરી કરનાર બંને સીસીટીવીમાં દેખાયા હતાં. અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પર વહેલી સવારે ત્રણ વિદ્યાર્થીઓના લેપટોપની ચોરી થઇ ગઇ હતી. ચોરીના બંને બનાવ સંદર્ભે જેપી રોડ અને પાણીગેટ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

તાંદલજાના રીઝવાન ફ્લેટ પાસે ઓએસીસ એવન્યુમાં રહેતા ફરીદ અઝમુદ્દીન મકરાણી સોમવારે સવારે 8:15 વાગ્યાના સુમારે નહાવા ગયા હતાં. ઘરનો દરવાજો ખુલ્લો રહી જતાં પર્સની ચોરી થઇ ગઇ હતી. પર્સમાં રોકડા રૂા. 11000, આધારકાર્ડ,પાન કાર્ડ, બેંકોના એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજોની ચોરી થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...