પશુઓ પકડવાનો ખર્ચ 11 ગણો વધ્યો, છતાં અકસ્માતો યથાવત્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખડતાં પશુઓના નિયંત્રણનો રોજનો સરેરાશ ખર્ચ રૂ.61,095 છે, એવરેજ10 પશુ પકડાય છે

શહેરમાંછેલ્લા કેટલાક વર્ષોથી રસ્તાઓ પરના પશુઓ-કૂતરાઓને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. 2017માં આવા અકસ્માતોમાં 6 શહેરીજનોએ જીવ ખોયા છે. બીજી તરફ કોર્પોરેશનમાં રખડતા ઢોરોના ત્રાસને દૂર કરવાના અને રખડતા કૂતરાના ત્રાસને દૂર કરવાની જુદી જુદી બે જોગવાઇઓમાં 2014 બાદ છેલ્લા ત્રણ વર્ષમાં ખર્ચમાં 20.27 લાખમાં 11 ગણો વધારો કરીને 2017-18માં રૂા.2.30 કરોડની જોગવાઇ કરાઇ છે. છતાં શહેરીજનોના ભાઇ-બહેન, માતા-પિતા કે પતિ-પત્ની સહિતના વહાલાસોયા પરિવારજનો અકસ્માતોનો ભોગ બની રહ્યાં છે. શહેરના આજવા રોડ, સિટી વિસ્તાર, છાણી, વાઘોડિયા રોડ, અકોટા મુજમહુડા રોડ અને કારેલીબાગ વિસ્તારમાં તો કૂતરા-પશુઓને લીધે શહેરીજનોના મોત પણ થઇ ચૂક્યાં છે. શહેરમાં જુલાઇથી નવેમ્બર સુધીમાં 15 જેટલા અકસ્માતો માત્ર રખડતા પશુઓને લીધે થયા છે. જ્યારે નાના અકસ્માતોમાં મોટાભાગના શહેરીજનો તેની જાણ કરવાનું ટાળે છે પણ હકીકત છે. હાલમાં સત્તાવાર પ્રાથમિક અંદાજ મુજબ 22,000 જેટલા પશુઓ વિવિધ વિસ્તારોમાં છે. જ્યારે કોર્પોરેશન પાસે પશુઓ પકડવાની કામગીરી માટેનો કાયમી સ્ટાફ 8નો છે. બાકીના 26 કર્મી હંગામી છે. રોજ સરેરાશ 33 કૂતરાઓના ખસીકરણ કર્યા બાદ ડોગને ઇલેક્ટ્રોનિક ચીપ લગાવી હોવાના પ્રયાસોની વાતો અકસ્માતો જોતાં લોકોના ગળે ઉતરતી નથી.

(ખર્ચ રૂપિયા લાખમાં)

(ખર્ચ રૂપિયા લાખમાં)

રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા, નંબરિંગ અને તમામ ખર્ચ

કૂતરાંનો આતંક દૂર કરવા બે વર્ષમાં રૂ.290 લાખનો ખર્ચ !

વર્ષ બજેટ ખર્ચ

2014-15~10.06

2015-16~16.65

2016-17~40.00

2017-18~80.00

વર્ષ બજેટ ખર્ચ

2014-15~10.21

2015-16~21.18

2016-17~140.00

2017-18~150.00

નવેમ્બર : 03

(L&Tપાસે, સોમા તળાવ પાસે, વાડી)

ઓક્ટોબર : 04

(કપૂરાઇચોકડી પાસે, માંડવી, કારેલીબાગ, જાંબુઆ)

સપ્ટેમ્બર : 03

(ફતેપુરા,આજવા ચોકડી, કિશનવાડી)

ઓગસ્ટ : 01

(છાણીકેનાલ પાસે)

જુલાઇ : 04

(ગેંડાસર્કલ,એરપોર્ટ રોડ, છાણી કેનાલ પાસે, વાઘોડિયા રોડ)

માત્ર પશુઓને કારણે નોંધાયેલા અકસ્માતો

વર્ષના બજેટમાં રખડતા ઢોર-કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા 2.30 કરોડ રૂપિયાનો ખર્ચ બતાવ્યો છે. હિસાબે તંત્ર દ્વારા સરેરાશ રોજનો રૂ.61,095 નો ખર્ચ થાય છે. બીજી તરફ ઢોરપાર્ટીના એક અધિકારીના જણાવ્યા મુજબ વર્ષે 4000 જેટલા પશુઓ પકડાય છે. તેની ગણતરીથી સરેરાશ રોજના 10 જેટલા પશુઓ પકડાય છે.

} જુલાઇથી નવેમ્બર સુધીમાં 15 ઘટના, 2017માં 6 શહેરીજનોએ જીવ ગુમાવ્યા છે

} શહેરના ઘણા રસ્તાઓ પર આજે પણ પશુની અડફેટે લોકો દુર્ઘટનાનો ભોગ બને છે

કામ VMCનું છે, અમે જવાનો આપીએ છીએ

^રખડતા પશુઓ અને કૂતરાની સમસ્યાની જવાબદારી અને કામ વીએમસીના છે. અમારે ઢોરપાર્ટીના સ્ટાફની સલામતી માટે 4 જવાનો આપીએ છીએ. હાલમાં ટ્રાફિક વિભાગ પાસે પણ ઓછો સ્ટાફ છે. > અમીતાવાનાણી, ACP, ટ્રાફિક.

હાલમાં સંયુક્તપણે કામગીરી કરીએ છીએ

^મુંબઇ પોલીસ એક્ટ મુજબ કામગીરી પોલીસ અને વીએમસીએ કરવાની હોય છે. હાલમાં બંને વિભાગ દ્વારા સંયુક્તપણે કામગીરી થઇ રહી છે. પાંચ વર્ષ પહેલા 2,000 જેટલા ઢોર વર્ષે પકડાતા હતા હવે સંખ્યા વધી છે. > મંગેશજયસ્વાલ, ડિરેક્ટર,ER& S.

2014-15માં ખર્ચ 20.27 લાખ હતો, જે 2017-18માં વધીને 230 લાખ પર પહોંચ્યો છે

મહિનાથી ટ્રાફિક સમિતિની મીટિંગ પણ બોલાવાઇ નથી

ટ્રાફિકસમિતિના સભ્ય અજિતસિંઘ ગાયકવાડે સમસ્યા વિશે જણાવ્યું કે, એક જમાનમાં ભૂંડોની સમસ્યા શહેરમાં હતી. ત્યારે તંત્રે નક્કી કર્યું કે ભૂંડોનો સફાયો થવો જોઇએ. આજે ભૂંડો ભાગ્યે દેખાય છે. જો ઇચ્છાશક્તિ હોય તો શક્ય છે. જોકે છેલ્લા મહિનાથી ટ્રાફિક સમિતિની મીટિંગ પણ બોલાવાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...