મનસુખ શાહ સામે થયેલા કેસમાં પુરાવા એકત્ર કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાવિદ્યાર્થીને મેડિકલમાં પ્રવેશ આપવા માટે રૂા. 10.89 લાખ લઇ છેતરપિંડી કરનાર મનસુખ શાહ સહિત 5 સામે ફરિયાદ નોંધાતાં પોલીસે રસીદ અને યુનિવર્સિટીના પત્ર સહિતના દસ્તાવેજો એકત્રિત કરવાની કવાયત હાથ ધરી છે.

જામનગરના ફલ્લાના રાહુલ લૈયાના એમ.બી.બી.એસમાં એડમિશન માટે જૂન 2011માં તેના ભાઇ સુમનદીપ વિદ્યાપીઠના ચેરમેન મનસુખ શાહ અને પ્રજ્ઞેશભાઇને મળતાં તેમણે રૂા. 10.86 લાખની માગણી કરી હતી. ઉપરાંત સરકારી કોલેજમાં અેડમિશન મળી જાય તો રૂપિયા પરત આપી દેવાની ખાતરી અાપી હતી. રાહુલને કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં એડમિશન મળતાં ચેરમેન મનસુખ શાહ, દીક્ષિત શાહ અને રજિસ્ટ્રાર એન.એન. શાહને મળ્યા હતા. જોકે સંચાલકોએ તેમને માત્ર સર્ટિફિકટ અને એલસી આપ્યાં હતાં પરંતુ રૂપિયા પરત નહિ આપી સિક્યુરિટીવાળા પાસે બંદૂકથી ઉડાવી દેવાની ધમકી અાપી હોવાની એસીબીમાં ફરિયાદ કરી હતી. સંદર્ભે તપાસ બાદ મનસુખ શાહ સહિત 5 સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...