તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • છેલ્લા દિવસે 95 ઉમેદવારો મેદાનમાં આવ્યા : શહેર જિલ્લાની 10 બેઠક માટે 189 ફોર્મ સાથે 127ની દાવેદારી

છેલ્લા દિવસે 95 ઉમેદવારો મેદાનમાં આવ્યા : શહેર જિલ્લાની 10 બેઠક માટે 189 ફોર્મ સાથે 127ની દાવેદારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10 બેઠકો પૈકી સૌથી ઓછા 6 ફોર્મ રાવપુરા વિધાનસભા બેઠક માટે રજૂ

સાવલીમાં ખુમાનસિંહ NCPમાં અને વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અપક્ષ ઉમેદવારી

સાવલી અને વાઘોડિયામાં ભાજપ-કોંગ્રેસમાં બળવો

પૂર્વેશનું નામ મૂકી બફાટ કર્યો, અંતે ચિરાગ ઝવેરીએ ફોર્મ ભર્યું

અકોટામાં સંગઠનની ખેંચતાણ વચ્ચે RSSના સીમા મોિહલેની છેલ્લી ઘડીએ પસંદગી કરાઇ

મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહના સમર્થકો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર

સૌથી વધુ 15 ઉમેદવાર અકોટા-ડભોઇમાં

પાલિકાનીચૂંટણીમાં નો રિપીટ થિયરીમાં બે વર્ષ પહેલા કપાયેલા સીમા મોહિલેની અકોટા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા ખુદ ભાજપી મોરચે આશ્રર્ય ફેલાયુ હતું.જોકે, બે્ઠકના દાવેદારોને અંકુશમાં રાખવા માટે સંઘના અાર્શિવાદથી ભાજપના સંગઠને મહિલા ઉમેદવાર તરીકે સીમા મોહિલેને ટિકીટ આપી હોવાનું મનાઇ રહ્યું છે.

આરએસએસ પરિવાર સાથે વર્ષોથી સંબંધ ધરાવતા સીમા અક્ષય મોહિલે પાલિકાના ગત બોર્ડમાં ડેપ્યુટી મેયર રહી ચૂકયા હતા. જોકે, 2015ની પાલિકાની ચૂંટણીમાં સીમા મોહિલેને ટિકીટ અપાઇ હતી. અકોટા બેઠકના ધારાસભ્ય સૌરભ પટેલને બોટાદ શિફ્ટ કરવામાં આવતાં સ્થાનિક દાવેદારોની આશા જીવંત બની હતી.આ બેઠક પરથી ટિકીટ મેળવવા પાલિકાના પદાધિકારી તેમજ સંગઠનના હોદેદારો રેસમાં હતા. અકોટા બેઠકનું સસ્પેન્સ ભાજપે અમિત શાહની એન્ટ્રી બાદ પણ યથાવત રાખ્યું હતુ અને સોમવારે સવારે સાત વાગે નિર્વિવાદ છબી ધરાવતા સીમા મોહિલેના નામનો મેન્ડેટ આપીને ભાજપે એક કાંકરે અનેક પંખી માર્યા હતા.

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે તેમના ટેકેદારોના કારણે રાજમહેલ રોડ પર ચૂંટણીનો માહોલ જામ્યો હતો.

રાજકારણનો રંગ | ઉમેદવારી પત્રો ભરવા સાથે ટેકેદારોના ઝુંડથી શક્તિ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...