આદિવાસીઓને કાઢી મૂકવાના છે કહી ઇજનેરને લાફા માર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા એન્જિનિયર ગત ૨૩ નવેમ્બરે પત્ની સાથે માતાને મળવા ગયા હતા. જ્યાંથી બપોરે 4 વાગે પરત આવતાં કુબેરેશ્વર માર્ગ પર ઉતરી ચાલતા ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી તેમના વિસ્તારમાં રહેતા પરેશ શાહ તેમનાં પત્ની અને દીકરી અલગ-અલગ સ્કૂટર પર આવ્યાં હતાં.

ઉપરાંત મોઢા પર રૂમાલ બાંધીને બે બાઇક સવારો પણ આવ્યા હતા. તમામે ઇજનેર પાસે જઈ આદિવાસીઓને સોસાયટીમાંથી કાઢી મૂકવાના છે તેમ કહી તેમના મોઢા પર લાફા મારી દીધા હતા. ઇજનેરનાં પત્ની છોડાવવા જતાં પરેશ શાહે તેમની છેડતી કરી હતી. તેઅો ઘરે જતાં તેની પાછળ જઇ જાતિ વિરુદ્ધ અપમાનિત કરતાં ઇજનેરે એસીપીને રજૂઆત કરી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...