ફિટનેસ સેન્ટરમાં કસરત કરવા ગયેલ મહિલાના મોબાઇલની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઈલોરાપાર્ક સ્થિત એટલાન્ટિંક ટાઇટ્રસમાં આવેલા અર્બન ફિટનેસ સેન્ટરમાં સોમવારે સાંજે કસરત કરવા ગયેલી મહિલાનો રૂા. 75 હજારની કિંમતનો આઈફોન સિક્સ પ્લસ મોબાઇલ ફોન ચોરાયો હતો. મહિલાએ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરતાં સેન્ટરની મહિલા કર્મી મોબાઇલ ચોરીે જતી હોવાનું જોવા મળ્યું હતું.

વાઘોડિયા રોડ સ્થિત ચંદ્રનગર સોસાયટીમાં જાગૃતિબેન પંકજકુમાર શાહ રહે છે. તેઓ સંગમ સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં નોકરી કરે છે. 7 મહિનાથી તે ઈલોરાપાર્કના એટલાન્ટિક ટાઇટ્રસમાં આવેલા અર્બન ફિટનેસ સેન્ટરમાં કસરત કરવા જાય છે. સોમવારે સાંજે તેઓ સેન્ટરમાં ગયાં હતાં. તેઓ કસરત કરી રહ્યાં હતાં સમયે જિમની અંદર ટ્રેડ મિલની બાજુમાં કોર્નરમાં મૂકેલો તેમનો મોબાઇલ કોઇ ચોરી ગયું હતું. જેની જાણ કસરત પૂરી કર્યા બાદ તેમને થઈ હતી. જે અંગે તેમણે સેન્ટરના CCTV ફૂટેજની તપાસ કરતાં ફૂટેજમાં સ્ટાફની મહિલા મોબાઇલ ફોન ચોરી જતી હોવાનું જણાયું હતું. જાગૃતિબેને પૂછપરછ કરતાં તે દેવીશ્રી પરમાર હોવાનું જણાવ્યું હતું. જાગૃતિબેને અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...