તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વડોદરા |વાઘોડિયા રોડ પર આવેલા ઉમેશ્વર મહાદેવના મંદિરમાં દર સોમવારે

વડોદરા |વાઘોડિયા રોડ પર આવેલા ઉમેશ્વર મહાદેવના મંદિરમાં દર સોમવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વાઘોડિયા રોડ પર આવેલા ઉમેશ્વર મહાદેવના મંદિરમાં દર સોમવારે જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોના બાળકોને એક ટંકનું ભોજન આપવામાં આવી રહ્યું છે. બટુક ભોજનના નામે છેલ્લા એક વર્ષથી સતત ચાલી રહેલી પ્રવૃત્તિમાં આવતીકાલે સોમવારે 50મા સપ્તાહ નિમિત્તે ગરીબ બાળકોને બટુક ભોજન કરાવાશે. શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ ઉમેશ્વર મહાદેવના ટ્રસ્ટી અને સ્વયંસેવકો દ્વારા એક વર્ષ પહેલાં અનોખી બટુક ભોજનની પરંપરા શરૂ કરાઇ હતી. મંદિર સાથે સંકળાયેલા સ્વંયસેવકો અને આસપાસની સોસાયટીના રહીશો દ્વારા મળેલા દાનમાંથી સપ્તાહમાં એક વાર દર સોમવારે સાંજે ગરીબ બાળકોને બોલાવીને તેમને ભોજન કરાય છે.મહાદેવના મંદિરના પ્રમુખ મૂકેશ જાદવે જણાવ્યું હતું કે મંદિરમાં ભગવાનને રોજ થાળ ચઢાવાવમાં આવે છે. એકબે વાર એવું બન્યું કે થાળ ભગવાનને અર્પણ કરાવ્યા બાદ અન્ય લોકોને જમવા માટે અપાયો હતો, જેથી એવો વિચાર આવ્યો કે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને જમાડવવાની પ્રવૃત્તિ શરૂ કરવી જોઇએ અને તેથી કાર્ય શરૂ કરાયું છે. દર સોમવારે કયારેક જાતે પૈસા ખર્ચી કે પછી રહીશો પાસે દાન મેળવીને બાળકોને ભોજન કરાવવામાં આવે છે. આવતીકાલે સોમવારે 50મા સપ્તાહમાં બાળકોને ભોજન કરાવાશે. બટુક ભોજનના નામે ઓળખાતી પ્રવૃત્તિ લોકોના સહકારથી આગળ ધપી રહી છે.

વાઘોડિયા રોડના ગરીબોને ભોજન કરાવવાનો અનોખો સેવાયજ્ઞ

અન્ય સમાચારો પણ છે...