તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

~2.25 કરોડની લૂંટ કરતા પહેલાં ટોળકીએ હોટલમાં મિટિંગ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાબિલ્ડરને રૂા. 500 અને 1000ની નોટ બદલી આપવાનું કહી વડોદરા બોલાવ્યા બાદ ભાજપ અગ્રણી અને તેના સાગરિતોએ બિલ્ડરના મિત્ર તેમજ કર્મચારીને પિસ્તોલ અને છરો બતાવી રૂા. 2.25 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટ પૂર્વે ટોળકીએ આજવા રોડની એક હોટલમાં મિટીંગ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

જૂનીગઢીમાં રહેતો અને લાસ્ટવીક સાપ્તાહિકના સંચાલક વિશાલ ઉર્ફે વિક્કી કહારે અકોટાના રાકેશ શાહને રૂા. 500 અને 1000ની બંધ થયેલી ચલણી નોટ બદલી આપવાનું કહેતા તેણે બિલ્ડર મિત્ર મિલીન શાહને કહ્યું હતું. બિલ્ડરે લેબરના પગાર માટેના રૂા. 2.25 કરોડ બદલવા ગત 19મીએ રાકેશ અને તેના કર્મચારી સંજયને લઇ વાઘોડિયા ચોકડી પાસે ગયા હતાં. જ્યાં વિક્કી કહાર સંજય અને રાકેશને તેની કારમાં બેસાડી નિમેટા તરફ લઇ ગયો હતો.

રસ્તામાં ભાજપ અગ્રણી કિરણ ચૌહાણે કારને આંતરી છરાની અણીએ રૂા.50 લાખ લૂંટી લીધા હતા જ્યારે વિક્કીએ પિસ્તોલ બતાવી બાકીના રૂા. 1.75 કરોડ લઇ બંનેને રસ્તામાં ઉતારી દીધા હતાં. બાપોદ પોલીસે ઘટનાના 6 દિવસ બાદ ધાડ અને આમ્સ એક્ટનો ગુનો નોંધી યુવતી સહિત 8 લૂંટારુની શોધખોળ આદરી હતી.

પોલીસે ત્રીજા દિવસે પણ કિરણ ચૌહાણ અને વિશાલ ઉર્ફે વિક્કીના ઘરે જડતી લીધી હતી પરંતુ રૂપિયા મળ્યા હતાં. ઉપરાંત બિલ્ડરના વધુ એક મિત્ર બિપીન મણીલાલ રાજપૂત ( રહેે. સિદ્ધી વિનાયક સોસાયટી, વાઘોડિયા રોડ)નું નિવેદન લીધું હતું. પ્રાથમિક તપાસમાં લૂંટારુ ટોળકીએ સવારથી વાઘોડિયા ચોકડી પાસે ધામા નાખી દીધા હતા અને બપોરે આજવા રોડની એક હોટલમાં મિટીંગ કરી લૂંટના પ્લાનિંગને આખરી ઓપ આપ્યો હોવાની માહીતી મળી હતી. વધુમાં મિલીન શાહના નામ અને તેના વ્યવસાયમાં વિસંગગતા હોવાની વિગતો પોલીસને મળતાં તેનું વેરિફિકેશન કરવાની પણ કવાયત હાથ ધરી છે.

રૂા. 500 અને 1000ની જૂની ચલણી નોટ બદલી કહ્યું હતું

અન્ય સમાચારો પણ છે...