• Gujarati News
  • સુપર માર્કેટમાં તસ્કરોએ કાજુ બદામ અને દ્રાક્ષની ચોરી કરી

સુપર માર્કેટમાં તસ્કરોએ કાજુ-બદામ અને દ્રાક્ષની ચોરી કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાન્યૂ સમા રોડ, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ તથા કારેલીબાગ અને વાસણા રોડ પર તસ્કરોએ ત્રાટકીને અંદાજે બે લાખની મતાની ચોરી કરી હતી.ન્યૂ સમા રોડ પર સિલ્વર ઓફ 2માં રહેતાં સુચિતાબેન નીતીન કુમડકરે ફતેગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 30મી માર્ચથી 5મી એપ્રિલ સુધી તેઓ બહારગામ ગયાં હતાં ત્યારે તેમના બંધ મકાનમાં મકાનનું ઇન્ટરલોક તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના તથા કપડાં અને અન્ય સામાન મળીને ~1,67,500ની મતાની ચોરી કરી હતી. વાઘોડિયા ડભોઇ રિગ રોડ પર રામેશ્વર ફ્લેટમાં રહેતા ગિરધારીલાલ પરિવારે પાણીગેટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રિગ રોડ પર આવેલી તેમની સુધા સુપર માર્કેટની અનાજ કરિયાણાની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો દુકાનના શટરનું તાળું તોડી પ્લાસ્ટિકની બરણીમાં ભરેલ બે કિલો કાજુ (કિંમત ~1,000), 2 કિલો બદામ (~1,500) બે કિલો દ્રાક્ષ (કિંમત ~500) તથા 7 હજારની કિંમતની અલગ અલગ બ્રાંડની સિગારેટ તથા ~1500 મળીને ~25,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. ઉપરાંત કારેલીબાગમાં ઉત્કર્ષ પેટ્રોલપંપની બાજુમાં આવેલ સત્યમ્ સોસાયટીમાં રહેતાં ઊર્મિલાબેન કિરીટ શાહના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો ચાંદીના દાગીના અને ડોલર તથા પાઉન્ડની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ઉપરાંત વાસણારોડ પર ગોકુલ સોસાયટીમાં મનોજ કેતાનના મકાનમાં ત્રાટકેલા તસ્કરો બારીની ગ્રિલ તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડીને લોકરમાંથી ~4,000 રોકડા અને સોનાની ચેઇન મળીને ~16,000ની મતાની ચોરી કરી હતી.