તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વાડી શાસ્ત્રીબાગ પાસે ગાયો નીચે આઘેડ રગદોળાયા, મોઢે ફ્રેકચર અને 25 ટાંકા આવ્યાં

વાડી શાસ્ત્રીબાગ પાસે ગાયો નીચે આઘેડ રગદોળાયા, મોઢે ફ્રેકચર અને 25 ટાંકા આવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજની 15 થી 20 ગાયો પકડીએ છીએ પાલિકાનાસત્તાધીશોએ કહ્યું કે, અમે રોજ 15 થી 20 ગાય પકડીએ છીએ. અગાઉ ગાયોને રસ્તે રખડતી મૂકી દેનાર ગોપાલકોની યાદી પોલીસને આપી દીધી છે. જવાબદારી પોલીસની છે.

ફર્સ્ટ પર્સન

મલ્ટિપલ ફેસિયલ ઇન્જરી થતાં સર્જનનો ઓપિનિયન લેવાશે

ગત વર્ષે 10 દિવસમાં ગાયે શીંગડું મારતા 2 યુવકનાં મોત થયા હતાં

‘હું ચીસો પાડતો રહ્યો અને મારી પરથી 10 ગાયો દોડી’

શાસ્ત્રીબાગ પાસે મંગળવારે રાત્રે શું થયુ હતું? એક ઇલેસ્ટ્રેશન દ્વારા સમજવાનો પ્રયાસ.

^સંજીવ ઠક્કરને મલ્ટિપલ ફેસિયલ ઇન્જરી છે. તેમના ઉપરના હોઠ અને નાકના ભાગે ઇજા થઇ છે. 2 દાંત પણ તૂટી ગયા છે તેમજ ઉપરના જડબાના ભાગે ફ્રેકચર પણ થયું છે. વધુ સારવાર માટે પ્લાસ્ટિક સર્જનનો ઓપિનિયન લેવામાં આવશે. > ડો.હિતેશ શાહ, જનરલસર્જન

ગત વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર 10 દિવસમાં ગાયે શિંગડું મારતાં 2 યુવકનાં મોતન થયા હતા. સુભાનપુરા સ્લમ ક્વાર્ટર્સનો સોહમ ભીખા ઠાકોર 4 સપ્ટેમ્બરે સવારે સીએનજી પંપ પાસેથી પસાર થતો હતો ત્યારે ગાયે શિંગડું મારતાં તેના છાતીના ભાગે ખૂંપી જતાં મોતને ભેટ્યો હતો. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ગોરવા બજાણિયા વાસનો મોહન હોજમાં પાણી નાખવા જતો હતો ત્યારે રખડતી ગાયે ભેટું મારતાં ગંભીર ઇજાથી મોત થયું હતું. ઘટનાને એક વર્ષ થવા છતાં તંત્ર તરફથી કોઇપણ હકારાત્મક કામગીરી કે કોઇ સહાય નહિ આપી હોવાનું મૃતક સોહમના ભાઇ પ્રતિકે જણાવ્યું હતું.

ઘાયલ સંજીવ ઠક્કર

હું મંગળવારે રાત્રે 12 વાગે આર.વી. દેસાઇ રોડ પર આનંદના ગરબામાંથી ઘરે જતો હતો. બાઇક પર શાસ્ત્રીબાગ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક 10 જેટલી ગાયો દોડતી આવી હતી. કાંઇ સમજું તે પહેલાં એક ગાયે અડફેટમાં લેતાં હું ઉછળીને નીચે પડ્યો હતો. મારું બાઇક પણ દૂર ફેંકાઇ ગયું હતું. દોડતી ગાયો મારા પગ, છાતી અને મોઢા પરથી પસાર થઇ ગઇ હતી. હું ચીસો પાડતો રહ્યો પણ ગાયોના પગ નીચે મારું આખું મોઢું છુંદાઇ ગયું હતું. હું લોહી- લુહાણ થઇ ગયો હતો. એટલીવારમાં આસપાસના લોકોએ દોડી આવી મને બચાવ્યો હતો. મેં તુરંત મારા પુત્રને જાણ કરી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. મને 25થી વધારે ટાંકા આવ્યા છે. મને તો માત્ર ઇજા થઇ છે પણ તંત્ર શું કોઇના મરવાની રાહ જોઇ રહ્યું છે. ઘરમાં માત્ર એક વ્યક્તિ કમાનાર હોય અને તે હોસ્પિટલાઇઝ થાય અથવા તો અવસાન પામે તો આખું આર્થિક તંત્ર ખોરવાઇ જાય છે. મારું ઘર માત્ર મારી કમાણી પર ચાલે છે. અમારા જેવા લોકોની હાલત કફોડી થઇ જાય છે. તંત્રે રખડતાં ઢોરો માટે અસરકારક પગલાં ભરવાં જોઇએ.

અન્ય સમાચારો પણ છે...