કપડાં બદલ્યા વિના પોલીસ સ્ટેશન પહોંચી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્ટેલની રેક્ટર ભાવના નિર્ભયાને ડો. જયેશ પટેલ પાસે મોકલતી હતી

નિર્ભયાનો ધ્રુજારો : લંપટને કડક સજા કરો

હોસ્ટેલમાંદેખરેખ રાખવાનું કામ કરતી મહિલા રેક્ટર ભાવના પટેલ નિર્ભયાને યુનિવર્સિટીના મુખ્ય સંચાલક જયેશ પટેલ પાસે મોકલતી હોવાનો ધડાકો થયો છે. ભાવના પટેલ સામે પણ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

નર્સિંગ હોસ્ટેલમાં 35 વિદ્યાર્થિનીઓ એક મોટા હોલમાં રહેતી હતી. વિદ્યાર્થિનીઓ પર રેક્ટર ભાવના પટેલ નજર રાખતા હતાં. વિદ્યાર્થિનીઓની ગેરહાજરીની નોંધ રાખી સંચાલક જયેશ પટેલને તેની વિગતો આપવાની કામગીરી કરતા હતાં. જોકે, ગેરહાજરી તેમજ અભ્યાસના ઓથા હેઠળ મહિલા રેક્ટર વિદ્યાર્થિનીઓને જયેશ પટેલ સમક્ષ લઇ જતી હતી. વિદ્યાર્થી વર્તુળોના જણાવ્યા અનુસાર, જયેશ પટેલ વિદ્યાર્થિનીઓને પહેલા તો તતડાવતા, તેમના માતા-પિતા સાથે વાત કરીને પોતે ધ્યાન રાખતા હોવાનો દેખાડો કરતા. ત્યારબાદ તેમના મોબાઇલ નંબરો પણ લઇ લેતા હતાં. જો વિદ્યાર્થિની પસંદ પડી જાય તો રેક્ટર ભાવનાબહેનને હસીને ઇશારો કરી દેતા અને જમીને હોસ્ટેલમાં આવશે તેવો કોડવર્ડ કહેતા રેક્ટર વિદ્યાર્થિનીને ટ્રસ્ટીની રૂમમાં મૂકીને ત્યાંથી ચાલતી પકડતા હતાં. ઉલ્લેખનિય છે કે, માત્ર એકાદ- બે વિદ્યાર્થિનીઓ પૂરતું સીમિત નહિ રહેતા સ્વરૂપવાન વિદ્યાર્થિની પર નજર ઠરે તો તેને પણ કોઇને કોઇ બહાને સ્ટાફ ક્વાર્ટર સ્થિત વૈભવી શયનખંડમાં હાજર કરી દેવાનું કામ ભાવના પટેલ કરતી હોવાનું પણ પોલીસ સૂત્રોએ ઉમર્યું હતું.

બેડશીટ -ઓશીકાનું કવર કબજે

ફરિયાદનોંધાયા બાદ એફએસએલ નિષ્ણાત ગોંડલિયા ફોરેન્સિક વાન સાથે વાઘોડિયા પહોંચી ગયા હતાં. પોલીસે સ્ટાફ ક્વાટર્સ સ્થિત રૂમમાં તપાસ કરી હતી. એફએસએલની ટીમે રૂમમાં બેડશીટ અને ઓશિકાનું કવર કબજે લીધું હતું. વાળના પણ નમૂના મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

}જો કોઈપણ વિદ્યાર્થિની પસંદ પડી જાય તો જયેશ પટેલનો કોડવર્ડ, જમીને હોસ્ટેલમાં આવશે

} જયેશ પટેલ હસીને ઇશારો કરે એટલે રેક્ટર ભાવના બહેન વિદ્યાર્થિનીને મૂકી રૂમમાંથી ચાલતી પકડતી હતી

પારુલના સ્ટાફ ક્વાર્ટર્સમાં પંચક્યાસ કરવા ગયેલી પોલીસ જયેશ પટેલના વૈભવી આવાસ જોઇ અચંબામાં પડી ગયા હતા. પહેલા રૂમમાં સોફા અને અન્ય સુવિધા પણ છે. જ્યારે અંદરના રૂમમાં બેડ આવેલો છે. સામે ટીવી મૂકેલું છે. રૂમનો વૈભવ એવો છે કે કોઇને પણ આંજી શકે. આછી લાઇટમાં પણ મોહક વાતાવરણ ખડું થાયે તેવું આયોજન છે. રૂમમાં પર્ફ્યુમ જેવી ફ્રેગરન્સ આવતી હતી.

સ્ટાફ ક્વાર્ટર્સનો વૈભવી રૂમ જોઇ પોલીસ પણ અચંબામાં

અાક્ષેપ

અત્યાચારનો

અન્ય સમાચારો પણ છે...