• Gujarati News
  • એક જમીન બે જણને વેચનાર 3 સામે ફરિયાદ

એક જમીન બે જણને વેચનાર 3 સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાનાઅંટોલી ગામની જમીન બીજી વ્યકિતને દસ્તાવેજ કરતા માતા-પુત્રી સહિત 3 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રિય માહિતી મુજબ, વાઘોડિયાના અંટોલી ગામના ઠાકોરભાઇ કાલીદાસ બારિયા ખેતીકામ કરે છે. ભાવનાબહેન મનહરભાઇ પટેલ અને તેમની દીકરી સીમાબહેન મનહરભાઇ પટેલની ગામની સીમમાં જમીન આવેલી છે. તેમણે ઓગસ્ટ 2004માં ઠાકોર બારિયાને દસ્તાવેજ કરી આપી જમીનનો કબજો સોંપી દીધો હતો. ત્યારબાદ માતા-પુત્રી અને પુત્ર જયમેશકુમાર મનહરભાઇ પટેલે અન્યની મદદ લઇને અગાઉ વેચાણ કરેલા સર્વે નંબર વાળી જમીનનો માર્ચ 2011માં બીજી વ્યકિતને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. એક જમીન બે જણને વેચાણ કરનાર ત્રણે સામે ઠાકોર બારિયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.