• Gujarati News
  • આંગન રેસિડેન્સીમાં NRIના ઘરમાંથી ~5.46 લાખની ચોરી

આંગન રેસિડેન્સીમાં NRIના ઘરમાંથી ~5.46 લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પરની આંગન રેસિડેન્સીમાં નિદ્રાધીન અેનઆરઆઇના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના, રોકડા ~25,000, બે કિંમતની ઘડિયાળ અને 1450 અમેરિકન ડોલર સહિત ~5.46 લાખની મતાની ચોરી કરી તસ્કર ફરાર થઇ જતાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. લાખોની ચોરીના પગલે પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદથી તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. ચોરીમાં જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે. અલબત્ત બાદમાં ઘરમાં તપાસ કરતાં 1450 ડોલર મળી આવ્યા હતા.

અમેરિકાની સિટી મેરિલેન્ડ સ્ટ્રીટ, બ્રિટનલેન એલીકોટના અને મૂળ વડોદરાના ડભોઇ રિંગ રોડ પરની આંગન રેસિડેન્સીમાં રહેતા 65 વર્ષીય સનતભાઇ ઇશ્વરલાલ ભાવસાર છેલ્લાં 35 વર્ષથી અમેરિકામાં રહી વેપાર કરે છે. તેઓ 15 નવેમ્બરે વડોદરા સ્થિત ઘરે આવ્યા હતા. ઘરમાં ઊધઇની દવા નાખવાનું કામ કાઢ્યું હોવાથી તેઓ થોડા દિવસ વીઆઇપી રોડ સ્થિત અનિલપાર્ક વિભાગ-1 ખાતે આવેલા સાસરીના મકાનમાં રહેવા ગયા હતા.

25 નવેમ્બરે રાત્રે 8 કલાકે તેઓ કારેલીબાગથી આંગન રેસિડન્સી સ્થિત તેમના ઘરે આવ્યા હતા. તેઓ જમી-પરવારી મોડી રાત્રે 1 કલાકે સૂઇ ગયા હતા. સાડા ચાર વાગે લઘુશંકા માટે ઉઠતાં બેડરૂમમાં કબાટના દરવાજા અને ડ્રોઅર ખુલ્લાં જણાયાં હતાં. તેમણે પત્નીના રૂમમાં જઇને જોતાં તેમના રૂમનાં કબાટ અને ડ્રોઅર પણ ખુલ્લાં હતાં. વળી, તેમના રૂમમાં મૂકેલી બેગો પણ જણાતી હતી. પત્નીને જગાડીને મકાનમાં કોઇ આવ્યું છે તેમ કહી લાઇટ ચાલુ કર્યા બાદ નીચેના ભાગે જઇને જોતાં મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો તેમજ ઉપરના રૂમમાંથી ચોરી થયેલી બે બેગ નીચે પડી હતી અને સામાન વેરવિખેર હતો. તપાસ કરતાં 17 તોલા સોનાના દાગીના, બે કીમતી ઘડિયાળ, 1450 અમેરિકન ડોલર અને રોકડા ~25,000 મળી કુલ ~5.46 લાખની મતાની ચોરી થઇ ગઇ હતી. પીઆઇ ડી.આર.મકવાણાએ જણાવ્યું હતું કે, ચોરી અંગે તપાસ કરી રહ્યા છીએ. દરવાજાનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલાયું હોય તેમ લાગી રહ્યું છે. હાલના તબક્કે ઊધઇની દવાવાળાની કોઇ સંડોવણી જણાતી નથી. તેની પણ પૂછતાછ કરી રહ્યા છીએ. અલબત્ત તેઓએ ઘરમાં તપાસ કરતાં 1450 ડોલર મળી આવ્યા હતા.

{ તસ્કરોનું પગેરું મેળવવા પોલીસની કવાયત

વાઘોડિયા- ડભોઇ રિંગ રોડ પરની આંગન રેસિડેન્સીમાં ~5.46 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

એક ચાવી ઊધઇના દવાવાળાને આપી હતી

ઘરઅનેદરવાજાને ઊધઇ લાગી ગઇ હોવાથી એનઆરઆઇએ ઊધઇન