તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

સેવાસદનનીસમગ્ર સભાએ કરેલા ઠરાવનું વહીવટી તંત્ર ખોટું અર્થઘટન કરી રહ્યું છે તેવા આક્ષેપ સાથે પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના સિનિયર કાઉન્સિલર શૈલેશ મહેતા(સોટ્ટા)એ હજારોની સંખ્યામાં રહેલા લાભાર્થીઓને દસ્તાવેજોનો લાભ આપવાની માંગ મેયર પાસે કરી છે.

મહાનગર સેવાસદનની સમગ્ર સભામાં અકોટાના રે.સ.નંબર 208ના નામે બોલતા દિવાળીપુરાના 67 પ્લિંથ ક્વાર્ટર્સના રહીશોને દસ્તાવેજ કરી આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત, યુએલસી દ્વારા સેવાસદનને ફાળવવામાં અાવેલી જમીનો કે જેના પર સેવાસદન દ્વારા પ્લોટો તેમજ પ્લિંથવાળા પ્લોટો પાડી લાભાર્થીઓને ફાળવેલા છે તેમને પણ ધારાધોરણ પ્રમાણે નીતિ અનનાવી દસ્તાવેજ કરી આપવા અને તેની કાર્યવાહી કરવાની સત્તા મ્યુ.કમિશનરને આપવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.

પરંતુ, મેયર અને મ્યુ.કમિશનરે પત્રકાર પરિષદમાં ફકત 520 પરિવારોને લાભ આપવાની કરેલી જાહેરાત અંગે પૂર્વ ડેપ્યુટી મેયર શૈલેશ મહેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.જેથી, મેયરને લેખિતમાં રજૂઆત કરતાં શૈલેશ મહેતા(સોટ્ટા)એ જણાવ્યું હતું કે, ગોરવા,કિશનવાડી,દિવાળીપુરા,હરિનગરની 70ના દાયકામાં યુએલસીની જમીનો સેવાસદને તબદીલ કરી હતી તેમને નીતિનો ફાયદો થશે તેવો ઉલ્લેખ છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. માત્ર 1970ના દાયકામાં નહીં પણ 1988-89માં પણ યુએલસી દ્વારા મોટા પ્રમાણમાં જમીનો તબદીલ કરવામાં આવી હતી અ્ને સેવાસદન દ્વારા 25 ચો.મીના પ્લોટ પાડી ફાળવણી કરી હતી. પૂર્વ વિસ્તારમાં અાજવા રોડ વાઘોડિયા રોડ પર શૈલેશ પાર્ક,મધુવન,મધુ પાર્ક,ભૈરવનગર સહિતનાં નગરો છે. પ્લોટ ફાળવતી વખતે સેવાસદને રોડનું પણ આયોજન કર્યુંં હતું અને કબજા પાવતી આપવામાં આવી હતી. જે તે સમયે કબજા પાવતીને દસ્તાવેજ સમાન ગણીને તેનો બેન્કમાંથી લોન માટે ઉપયોગ કરી શકાશે તેવું જણાવાયું હતું પરંતુ કોઇ લાભ મળ્યો નથી. જેથી, ચોક્કસ લોકોને ફાયદો કરાવવાનો કારસો ખોટુ અર્થઘટન કરીને ઘડાયો હોવાથી તેમાં ઊંડાણમાં જઇને રેકર્ડની ચકાસણી કરી કાર્યવાહી કરવાની તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો