ભાજપના આગેવાન અને તેના પુત્રોએે ધમકી આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયામાંરેશનિંગની દુકાનમાંથી ઓછું અનાજ મળતું હોવાની અરજીના મુદ્દે વાઘોડિયા તાલુકા ભાજપના અગ્રણી અને તેના બે પુત્રે અરજદારને મારી નાખવાની ધમકી આપી જાતિને અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. ઘટના અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં એસસીએસટી સેલના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. પોલીસે પિતા-પુત્રને પકડવા માટે ઘરે દરોડો પાડતાં ત્રણે ઘર બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પોલીસ સૂત્રિય માહિતી મુજબ, વાઘોડિયાના બાકરોલ ગામના વિશાલ રામલાલ મકવાણા બીપીએલ ગ્રાહક છે. તેઓ તાલુકા પંચાયતના ભાજપના આગેવાન અને રેશનિંગની દુકાન ધરાવતા જશભાઇ ફતેસિંહ ભાલિયાને ત્યાંથી રેશનિંગની ચીજવસ્તુઓ લાવતા હોય છે. ભાજપ અગ્રણીની દુકાનમાંથી બીપીએલ ગ્રાહકોને ઓછું અનાજ મળતું હોવાની વિશાલ મકવાણાએ ઓનલાઇન અરજી કરી હતી.

અરજી સંદર્ભે ઇન્કવાયરી શરૂ થતાં જશભાઇ અને તેના બે પુત્રો અનિલ અને રાહુલ ઉશ્કેરાયા હતા. અનિલે વિશાલને કોલ કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ તેને મારી નાખવાની પણ ધમકી આપી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જેના પગલે વિશાલે પિતા અને બંને પુત્રો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં એસસીએસટી સેલના ડીવાયએસપી તપાસ હાથ ધરી છે.

એટ્રોસિટીની ફરિયાદ : પિતા-પુત્રો ભૂગર્ભમાં

રેશનિંગની દુકાન મામલે અરજી કરી હતી

અન્ય સમાચારો પણ છે...