• Gujarati News
  • સાંસદે સાવલી તાલુકાનું શિહોરા ગામ દત્તક લીધું

સાંસદે સાવલી તાલુકાનું શિહોરા ગામ દત્તક લીધું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રીનીદરેક સાંસદને એક ગામ દત્તક લેવાની કરેલી અપીલ બાદ વડોદરાનાં સાંસદ રંજનબહેન ભટ્ટે શહેરથી 47 કિલોમીટર દૂર આવેલ શિહોરા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સાંસદને તેમના મતવિસ્તારમાં એક ગામ દત્તક લઇ આદર્શ ગામ તરીકે વિકસાવવાની અપીલ કરી હતી. જે અન્વયે, સાંસદ રંજનબહેન ભટ્ટે સાવલી અને વાઘોડિયા તાલુકાનાં ગામો પૈકી કયા ગામની સૌપ્રથમ પસંદગી કરવી તેનો અભ્યાસ હાથ ધર્યો હતો. ત્યાર બાદ શહેરથી 47 કિલોમીટર દૂર એવા સાવલી તાલુકાના શિહોરા ગામને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 5775ની વસતી ધરાવતા શિહોરા ગામમાં સ્ટ્રીટલાઇટની સુવિધાનો અભાવ છે તો 60 ટકા ગ્રામ્યજનોના ઘરે પીવાના પાણીનાં જોડાણની વ્યવસ્થા હોવાથી તેમને આજે પણ નદીકિનારેથી પાણી ભરીને ઘરે લઇ જવું પડે છે. તદુપરાંત, શૌચાલયની પણ ભારે અગવડ પડી રહી છે.

વડોદરાનાં સાંસદ રંજનબહેન ભટ્ટે ધનતેરસના દિવસે સાવલી તાલુકાનાં શિહોરા ગામને દત્તક લેવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, શિહોરા ગામને આદર્શ બનાવવામાં આવશે અને તેના માટે દિવાળીના તહેવારો બાદ વિસ્તૃતમાં આયોજન કરવામાં આવશે.