પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ ચોકઅપ થયાની 300થી વધુ ફરિયાદો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ ચોકઅપની 300થી વધુ ફરિયાદો ઉઠી છે ત્યારે પાલિકાઅે ખાનગી કંપનીની ટાઉનશીપને પ્રાધન્ય આપી ત્યાં સુપર સકર મશીન મોકલતા વિવાદ સર્જાયો હતો.

શહેરમાં ગત અઠવાડિયે ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો અને પાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી.ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તો ઘરે ઘરે પાણી ભરાતા હોબાળો મચી ગયો હતો. પૂર્વ ઝોનમાં ડ્રેનેજ ચોકઅપ થવાની સમસ્યા વકરી હોવાથી રાઉન્ડ ધી કલોક સુપર સકર મશીન દોડાવવામાં આવી રહ્યું છે. પરંતુ, મશીન માટે જરૂરિયાતવાળા વિસ્તારોના રહીશોને પ્રાથમિકતા આપવાને કોરાણે મૂકીને વાઘોડિયા રોડ પર આવેલી એક ખાનગી કંપનીની ટાઉનશીપ પર પાલિકા ઓળધોળ થઇ ગઇ હતી અને ત્યાં મશીન મોકલી આપતા સ્થાનિક રહીશોને સમયસર મશીનની ફાળવણી થતાં તેમને ડ્રેનેજ ચોકઅપની સમસ્યાનો ભોગ બનવું પડયું હતું. પાલિકાને વેરા ચૂકવતા રહીશોને ખાનગી ટાઉનશીપના ભોગે હેરાન થવાનો વારો આવતાં તેના ઘેરા પ્રત્યાઘાતો સ્થાનિક સ્તરે પડયા હતા અને તેનો વિરોધ પણ થયો હતો. મામલે, કોંગ્રેસના કાઉન્સિલર અનિલ પરમારે જણાવ્યું હતું કે, પૂર્વ ઝોનના વિસ્તારમાં ડ્રેનેજ ચોકઅપની ફરિયાદો મોટા પ્રમાણમાં છે ત્યારે ખાનગી ટાઉનશીપમાં ગંદકી સફાઇ કરવા માટે પાલિકાએ તાત્કાલિક ધોરણે સુપર સકર મશીન મોકલ્યું તે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવી હાલત છે.

સુપર સકર મશીન ખાનગી ટાઉનશિપમાં મોકલાતા વિવાદ

પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડી

અન્ય સમાચારો પણ છે...