તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • ઘોઘંબાના બાઠવા ગામના તળાવમાં ન્હાવા પડેલા શહેરના યુવાનો ડૂબ્યા

ઘોઘંબાના બાઠવા ગામના તળાવમાં ન્હાવા પડેલા શહેરના યુવાનો ડૂબ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ખાતે બાબાદેવના દર્શન કરવા આજ રોજ વહેલી સવારે વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં રહેતા યુવાનો નિકળ્યા હતા. દરમિયાન નજીકના રણજીતનગરના બાઠવા ગામના મંદીર સામેના તળાવમાં ન્હાવા પડ્યા હતા.અસહ્ય ગરમી અને બફારાને લઇને યુવકોએ તળાવમાં સ્વચ્છ પાણી જણાતા ન્હાવા માટે તળાવમાં પડયા હતા.

દરમિયાન ગામના લોકોને ઘટનાની જાણ થતા઼ બાળકોને બચાવવા દોડી આવ્યા હતાં. જોકે તે શક્ય જણાતા આખરે તેઓએ હાલોલ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ લખાય છે ત્યાં સુધી તેઓની કોઇ ભાળ મળી શકી હતી. બનાવ બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકોને તળાવમાં શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.પરંતુ લખાય છે. ત્યાં સુધી તળાવમાં ડુબી ગયેલા ત્રણેય યુવકોનો કોઇ પત્તો લાગ્યો હતો. લાપતા બનેલા યુવકો વડોદરાના વાઘોડીયા રોડ ભાથુજી નગર ડી માર્ટની સામે રહેતા હોવાનું બહાર આવ્યુ હતું. જેમાં રવિ રાઠોડ, પઢીયાર રોહીત, પ્રયેશ ગોહીલ તમામ વાઘોડીયા રોડ વડોદરાનાઓ તળાવમાં ડુબી ગયા હતા.બાઠવાના સરપંચ અને રણજીત નગરના આગેવાન દ્વારા હાલોલ અગ્ની શામક દળને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોચીને યુવકોની શોધખોળની કાર્યવાહી શરુ કરી હતી.જેમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે એક હજૂ લાપત્તા છે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.અને વડોદરા ખાતે ડુબી ગયેલા યુવકોના પરિવારજનોને જાણ કરી હતી.આ બનાવ બનતા ગ્રામજનોના લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

રણજીતનગરના બાઠવા ગામના મંદીર સામેના તળાવમાં ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા.જેમનાં કપડાં અને પગરખાં કિનારે પડેલાં મળ્યાં હતાં.

મોડી રાત સુધી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ છતાં કોઈનો પત્તો મળ્યો

સવારે ચેલાવાડા ખાતે બાબાદેવના દર્શન કરવા વડોદરાથી નિકળ્યાં હતા

અન્ય સમાચારો પણ છે...