વેડપુર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થતા લોકોમાં દોડધામ

વેડપુર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થતા લોકોમાં દોડધામ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:51 AM IST

વાઘોડીયા તાલુકાના વેડપુર ખાતેની પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. પાણીની ટાંકી ધરાશાયી થતાં ગામના લોકોના ટોળે ટોળાં દોડી ગયાં હતાં. પાણી પુરવઠા જૂથ યોજના દ્વારા આશરે 30થી 35 વર્ષ પહેલા આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકી જર્જરિત હાલતમાં હોવાની વિગત પણ જાણવા મળી હતી. આ પાણીની ટાંકી 42 ગામને પાણી પુરુ પાડી પાડતી હતી. નવી ટાંકી બનાવવાનું આયોજન કરાયું હતું પરંતુ આ ટાંકી દ્વારા અનેક ગામોને પાણી પુરુ પાડવાનું હોવાથી ટાંકી બંધ કરાઇ ન હતી. આ ટાંકી ધરાશાયી થતાં કોઇ જાનહાની થઇ ન હતી. આજુબાજુ બનાવેલ કમ્પાઉન્ડ વોલ તુટી ગઇ હતી. આસપાસના ખેતરમાં પાણી ઘૂસી જતા પાકને નુકસાન થયું હતું.

X
વેડપુર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થતા લોકોમાં દોડધામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી