અંબે વિદ્યાલયનો નીરજ સ્ટેટ લેવલ યોગ સ્પર્ધામાં રમશે
તાજેતરમાંજિલ્લા રમતગમત સાંસ્કૃતિક યુવા પ્રવૃત્તિ દ્વારા આયોજિત સ્પર્ધામાં વાઘોડિયા રોડની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલી અંડર-14 કેટેગરીની ડિસ્ટ્રિક્ટ લેવલની યોગાસન કોમ્પિટિશનમાં નીરજ વસાવા વિનર બન્યો છે.
નીરજ વસાવા અંબે વિદ્યાલય, કારેલીબાગનો ધોરણ-8નો સ્ટુડન્ટ છે. નીરજ હવે સ્ટેટ લેવલનો રાઉન્ડ આગામી દિવસોમાં રમશે. નીરજ અગાઉ પણ યોગાસનની અનેક સ્પર્ધામાં વિજેતા થઇ ચૂક્યો છે. તેના ટેલેન્ટ વિશે સ્કૂલના પ્રિન્સિપાલ મૌલિક જોશીએ જણાવ્યું હતું કે, ‘નીરજની ક્ષમતા જોતાં તેને સ્કૂલ તરફથી યોગાસન માટે વિશેષપણે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવા જાય તેને સ્કૂલમાંથી પૂરતી છૂટ અપાતી હતી. અમારી સ્કૂલ દ્વારા સ્પોર્ટસ ક્ષેત્રે પૂરતું પ્રોત્સાહન અપાય છે.’