તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં વેકેશન બેચ માટે કતારો લાગી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્વિમિંગ પૂલો પૈકી નવા બનેલા કારેલીબાગ સ્વિમિંગપૂલમાં વેકેશન બેચના પ્રવેશ માટે લોકોની કતારો પડી રહી છે. 2 દિવસમાં 468 લોકોને પ્રવેશ અપાયો છે. બીજી તરફ વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ 9 મહિનાથી બંધ પડ્યો છે. શાળાઓમાં ઉનાળાની રજાઓ શરૂ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.

કારેલીબાગ સ્વિમિંગ પૂલ શરૂ થયા બાદ સભ્યપદ માટે લોકોની પડાપડી થઇ રહી છે. શનિ-રવિના બે દિવસમાં 468 નવા પ્રવેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં રહેતા લોકો અગાઉ સરદાર બાગ કે રાજીવગાંધી સ્વિમિંગ પૂલમાં જતા હતા. નવો સ્વિમિંગ પૂલ બનતાં સભ્યોએ હવે કારેલીબાગમાં ટ્રાન્સફર કરાવવા દોડધામ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. સરદાર બાગ અને લાલબાગ સ્વિમિંગ પૂલો પર પણ વેકેશન બેચના પ્રવેશ માટે ધસારો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ છેલ્લા 9 મહિનાથી બંધ છે. અહીં અંદાજે 2000 થી વધુ સભ્યો હોવા છતાં સ્વિમિંગ પૂલની મરામત માટે તંત્રે દરકાર લીધી હતી. સીબીએસઇની શાળાઓમાં તો વેકેશન શરૂ થઇ ગયાં છે.વેકેશનનો સમય થઇ જવા છતાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલનું સમારકામ નહિ થતાં સભ્યોમાં રોષનો ચરુ ઉકળ્યો છે. અંગે ટુરિસ્ટ વિભાગના ઇનચાર્જ અોફિસર પાવાગઢીનો સંપર્ક નહિ થતાં તેનું મંતવ્ય જાણી શકાયું નથી.

બેબી સ્વિમિંગ પૂલ શોભાના ગાંઠિયા સમાન

લાલબાગસ્વિમિંગપૂલ ખાતે બાળકો માટે બેબી સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. સ્વિમિંગ પૂલ તૈયાર થઇ ગયો હોવા છતાં તેને ખુલ્લો મુકવામાં આવ્યો નથી. બીજી બાજુ કારેલીબાગનો બેબી સ્વિમિંગ પૂલ તેના બાદ થયો હોવા છતાં તેને શરૂ કરી દેવામાં આવ્યો છે.

સરદાર બાગ, લાલબાગમાં પણ પ્રવેશ માટે ધસારો

રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ છેલ્લા 9 મહિનાથી બંધ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં નવા બનેલા સ્વિમિંગ પૂલમાં ઉનાળાની રજાઓમાં પ્રવેશ મેળવવા માટે થઇને રવિવારના રોજ લાઇનો લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો