તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિગ્મા ઇન્સ્ટિટયૂટ ખાતે તા.22મીએ મેગા જોબ ફેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિગ્માકેમ્પસ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સિગ્મા કેમ્પસમાં જોબ ફેરમાં ભાગ લેવા માટે અેન્જિનિયરિંગની 41, ફાર્માસ્યુટીકસની 21 અને નર્સિંગ અને ફિઝિયોથેરાપીની 8 હોસ્પિટલો સહિતના કુલ 70 નોકરીદાતાઓ આગામી તા.22,માર્ચના રોજ સિગ્મા કેમ્પસમાં આવશે. અત્યાર સુધીમાં 1600 ઉમેદવારોએ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવી દીધા છે.

જોબફેરમાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ઇન્ટરવ્યુ આપી શકે તે માટે તેમના બાયોડેટા કેવી રીતે બનાવવા તથા ઇન્ટરવ્યુ દરમિયાન કઇ કઇ વાતની કાળજી રાખવી તે બાબતે જુદા-જુદા સેમિનાર, વીડિયો પ્રેઝન્ટેશન તથા લાઇવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટીટયૂટના તમામ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે.

સિગ્મા ઇન્સ્ટિટયૂટ, બાકરોલ, આજવા-નિમેટા રોડ, તા.વાઘોડિયા જિ.વડોદરા ખાતે આયોજિત મેગા જોબફેરમાં સમગ્ર ગુજરાતભરના ડિગ્રી-ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, નર્સિંગ તથા ફિઝિયોથેરાપીના ફ્રેશ તથા અનુભવી ઉમેદવારોને લાભ લેવા સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટયૂટના ડાયરેકટર શ્રેયાબેન શાહે હાકલ કરી છે.

70 નોકરીદાતાઓ કેમ્પસમાં હાજર રહેશે

સમગ્ર ગુજરાતના યુવકો ભાગ લઇ શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો