તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં દારૂ વેચતો તડિપાર ઝડપાઈ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવાઘોડિયા રોડ પર નાલંદા પાણીની ટાંકી પાસેના સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો શખ્સ તડિપાર હોવા છતાં પોતાના ઘરમાં દારુનો જથ્થો લાવીને ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા શહેર એસઓજી પોલીસે દરોડો પાડી તડિપાર શખ્સને દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો.

નાલંદા પાણીની ટાંકી પાસેના સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો રવિ ઉર્ફે જીગો ઉર્ફે ચામડો ઠાકોર તડિપાર હોવા છતાં ઘરમાં દારુનો જથ્થો લાવીને વેચતો હોવાની બાતમી મળતાં શહેર એસઓજીના પીઆઇ એચ.એમ.વ્યાસે દરોડો પાડયો હતો. રવિ પાસેથી દારુની 28 બોટલ મળી હતી. પોલીસે બાઇક અને દારુની બોટલો મળીને 52900 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે રવિ ઉર્ફે ચામડો ભુતકાળમાં પણ પ્રોહિબીશનના ગુનામાં ઝડપાયેલો છે.

રવિ પાસેથી દારૂની 28 બોટલ મળી આવી

દારૂનો જથ્થો લાવીને ખુલ્લેઆમ વેચાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો