તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક ચાલકને કચડીને ભાગેલા કારચાલક પાસેથી તમંચો મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | વાઘોડિયા/વડોદરા

વાઘોડિયાશંકર પેકેજિંગ પાસે બુધવારે કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટતા રવાલ પાસે પોલીસે તેને પકડતા તેની પાસેથી તમંચો અને કારતૂસ મળી આવ્યા હતાં. પોલીસે તેની ધરપકડ કરી કાર અને તમંચો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગુજરાત બંધના એલાનના પગલે વાઘોડિયા તાલુકામાં પોલીસ રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બપોરે પોણા એક વાગ્યાના સુમારે જીઆઇડીસી શંકર પેકેજિંગ ત્રણ રસ્તા પાસે ટવેરા કારના ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ટવેરા કાર ચાલકે ખંધા ગામ તરફ ભાગ્યો હતો. હીટ એન્ડ રનના બનાવના પગલે પીએસઆઇ વાઘેલા સહિતના સ્ટાફે નાકાબંધી કરી રવાલ ચોકડી પાસે તેને આંતરી પકડી લીધો હતો. પોલીસે કાર ચાલકની પૂછતાછ કરતા મૂળ ઉત્તરપ્રદેશના રાણીગંજ ગોપાલપુરાનો અને હાલ વડોદરા તરસાલીની વિશાલનગર ખાતે રહેતો ગ્યાસુદ્દીન ઉર્ફે રિયાઝુદ્દીન નેનુદ્દીન કુરેશી હોવાનું કહ્યું હતું. પોલીસે જડતી લેતાં તેની પાસેથી લોડેડ તમંચો અને એક કારતૂસ મળી આવ્યા હતાં. પોલીસે મૃતક ધનજીભાઇના ભાઇ કિશોરભાઇ પરમારની ફરિયાદ લઇ ગ્યાસુદ્દીનની ધરપકડ કરી કાર, તમંચો, કારતૂસ અને મોબાઇલ સહિત રૂા. 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

હિટ એન્ડ રન : વાઘોડિયા શંકર પેકેજિંગ પાસેનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો