તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વાઘોડિયા તા. પં.માં વર્ગના 3 અધિકારી રૂા 2000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

વાઘોડિયા તા. પં.માં વર્ગના 3 અધિકારી રૂા 2000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા તાલુકા પંચાયતમાં આંકડા મદદનીશ અધિકારીએ નાગરિક પાસેથી નોંધણી પ્રમાણપત્ર કઢાવવા બાબતે રૂા.2000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

વાઘોડિયા તાલુકા પંચાયતમાં આંકડા મદદનીશ અધિકારી તરીકે હસમુખભાઇ કે પંચાલ ફરજ બજાવે છે.હાલમાં તેઓની પાસે ટીપીઓ તરીકેનો ચાર્જ છે. વાઘોડિયામાં એક જાગૃત નાગિરક હાલમાં પ્રોવિઝન સ્ટોર શરૂ કરેલ છે. જેના વ્યવસાય વેરાની નોંધણી કરાવવા માટે તાલુકા પંચાયત કચેરીમાં આવતા હતા. ત્યારે આંકડા અધિકારી હસમુખભાઇ કાન્તીભાઇ પંચાલે તેમની પાસેથી નોંધણી પ્રમાણપત્ર કઢાવવા માટે 2000 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તેઓ લાંચ આપવા માંગતા ન હોઇ તેઓએ લાંચ રૂશ્વત શાખાનો સંપર્ક કર્યો હતો. જેના અાધારે એસીબી તા.29 જૂનના રોજ છટકું ગોઠવ્યું હતું. જેમાં હસમુખભાઇ આંકડા અધિકારી જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 2000ની લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા હતા અને રૂપિયા સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...