કલાદર્શનથી ઉમા સુધી પાણીની લાઇન નંખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પૂર્વ વિસ્તારમાં નાલંદા પાણીની ટાંકી પાસેના વિસ્તારોમાં જ પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યા સર્જાઇ છે ત્યારે તેના ઉકેલ માટે વાઘોડિયા રોડ સ્થિત કલાદર્શન ચાર રસ્તાથી ઉમા ચાર રસ્તા સુધીના ભાગમાં રૂા.1.23 કરોડના ખર્ચે પાણીની લાઇન નખાશે.

વાઘોડિયા રોડ પર અાવેલ નાલંદા પાણીની ટાંકીની સામેથી પસાર થતા કલાદર્શન ચાર રસ્તા સુધી નાલંદા ટાંકીમાંથી 500-600 મીમી ડાયાની કાસ્ટ આર્યનની નળિકા આવેલી છે.આ લાઇન વર્ષો જૂની હોવાથી તેમાં વારંવાર લીકેજ થતાં ડહોળા પાણીની ફરિયાદો વધી રહી છે.

જેથી, સમગ્ર વિસ્તારમાં વિક્ષેપ રહિત શુધ્ધ અને પૂરતા પ્રેસરથી પાણી પૂરુ પાડી શકાય તે માટે પાલિકાના પાણી પુરવઠા વિભાગ તરફથી નવી લાઇન નાંખવાનુ આયોજન કર્યું હતું. જે માટે રૂા.1.23 કરોડના ભાવપત્રકને મંજુરી માટે સ્થાયીમાં રજૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...