તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • તાજેતરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ નશાનું દૂષણ રોકવા મ.સ.યુિન.ને તાકીદ કરી હતી

તાજેતરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ નશાનું દૂષણ રોકવા મ.સ.યુિન.ને તાકીદ કરી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સિગારેટ સાથે ઘૂમતા એક યુવકને પકડીને વિદ્યાર્થીઓએ તેની શંકાસ્પદ વર્તણૂકને જોઇને તે નશાનો બંધાણી હોવાનું જણાવીને યુનિ.ની વિજિલન્સને સોંપતાં હોબાળો મચી ગયો હતો. ભારે હોબાળા વચ્ચે યુનિ.ના વિજિલન્સે યુવકની પ્રાથમિક પૂછપરછ કરીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સોંપી દેતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાં હેરિટેજ વોક તથા વિદ્યાર્થી સંઘની ચૂંટણીને જોતાં વિવિધ વિદ્યાર્થી જૂથો પ્રચારનું કામ જોરશોરથી કરી રહ્યા હતા. જેમાં સવારે 11.30 થી 12.30ની વચ્ચે એક યુવક સિગારેટ સાથે ફરતો જોઇને નશાની શંકાએ આર્ટ્સ ફેકલ્ટીના કેટલાક વિદ્યાર્થીઓએ તેને પકડીને યુનિ.ના વિજિલન્સના જવાનોને બોલાવીને સોંપી દીધો હતો. તો બીજી બાજુ યુનિ.ના વિજિલન્સે પ્રાથમિક તપાસ કરતાં યુવક ધ્વનીત પટેલ વાઘોડિયા રોડ પાસેની સોસાયટીમાં રહેતો હોવાનું તેમજ તે માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું હતું. હોબાળો મચતાં યુનિ.ના વિજિલન્સે યુવક ધ્વનીત પટેલને સયાજીગંજ પોલીસે સોંપી દીધો હતો. તો બીજી બાજુ યુવક ધ્વનીત પટેલ સામે પોલીસે પૂછપરછ હાથ ધરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એસ.યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ, આર્ટ્સ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટી, ફાઇન આર્ટ્સ તેમજ સાયન્સ ફેકલ્ટીમાં નશાપદાર્થના બંધાણીઓ ખુલ્લેઆમ ડ્રગ્સ ખરીદીને સેવન કરી રહ્યા હોવાનું તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પણ તેના બંધાણી બન્યા હોવાની ખુદ વાલીઓ તરફથી ફરિયાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને મળતાં તાજેતરમાં ઝોનલ ડાયરેકટર હરિઓમ ગાંધીએ યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ અને રજિસ્ટ્રાર ડૉ.નિરજા જયસ્વાલને પત્ર લખીને નશાના બંધાણીઓને રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરવા અંગેનો પત્ર લખ્યો છે.

શંકાસ્પદ લાગતાં યુવકને અમે સયાજીગંજ પોલીસને સોંપ્યો છે

^શંકાસ્પદહાલતમાં પકડાયેલા યુવક ધ્વનીત પટેલને અમે સયાજીગંજ પોલીસને સોંપ્યો છે. વિદ્યાર્થીઓએ યુવક ધ્વનીત નશા કરેલી હાલતમાં શંકાસ્પદ રીતે ફરી રહ્યો હોવાની ફરિયાદ સાથે વિજિલન્સને સોંપ્યો હતો. હવે પોલીસ તેની કાર્યવાહી કરશે. > પીયૂષપાઠક, યુનિ.વિજિલન્સ ઓફિસર

યુનિ.માં નશાની શંકાએ સિગારેટ પીતા યુવકને પોલીસને સોંપાયો

અન્ય સમાચારો પણ છે...