વાઘોડીયા GIDCની નોબલ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ

Waghodia - latest waghodia news 040549

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST

વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઇ મુળજીભાઇ ત્રિવેદીએ ફરિયાદ આપી જણાવેલ કે વાઘોડિયા GIDCમાં પ્લોટ નં.922માં આવેલ નોબલ ઇન્ટરનેશલ કંપનીમાં દિવાળીનો તહેવાર હોવાથી કંપનીની કામગીરી ચાર દિવસ માટે બંધ કરેલ અને દિવાળીના દિવસે સાંજે જમી પરવારી સુઇ ગયેલ હતા. તે વખતે રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે તમારી કંપનીમાં આગ લાગેલ છે. તેની જાણ થતાં હુ મારી મિત્રને લઇ વડોદરાથી વાઘોડીયા આવેલ ત્યારે મારી કંપનીમાં આગ લાગેલ અ્ને ફાયર બ્રિગેડની ગાડી તથા ફાયરના માણસો દ્વારા આગ ઓલવવાનું ચાલુ હતું.

ત્યારબાદ એક કલાકમાં સમગ્ર આગ પર કાબુ મેળવી આગ કાબુમાં આવી જતા કંપનીની અંદર જઇને જોતા તમામ પ્લાસ્ટીક મટીરીયલ્સ તથા મશીનરી બળી ગયેલ અને રાત્રીનું અંધારુ હોય અને સંપુર્ણ આગ બુંઝાઇ ગયેલ હોય જેથી અમે સવાર નવેક વાગ્યાની આસપાસ કંપની પર આવી જોતા કંપનીમાં પડેલ તૈયાર મટીરીયલ્સ તેમજ વેસ્ટેઝ તથા રો.મટીરીયલ્સ તથા મશીનરીમાં પડેલ તૈયાર મટીરીયલ્સ તેમજ વેસ્ટેઝ તથા રો.મટીરીયલ્સ તથા મશીનરી અને ઓફિસમાં રહેલા કંપનીની તમામ ફાઇલો, ડોક્યુમેન્ટ બળી ગયેલ અને કંપનીના પાછળના ભાગે છત તથા પતરા તુટી નીચે પડેલ હતા. આ ઘટના તા.08-11-2018ના રોજ 2 થી 4 વાગ્યા દરમિયાન બનેલી જેમાં મટીરીયલ્સ તથા મશીનરી અને ઓફિસમાં રહેલ કંપનીની તમામ ફાઇલો ડોક્યુમેન્ટ વિગેરે આગમાં બળી ગયેલ છે. આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થયેલ નથી અને કંપનીનું અંદાજે 2 કરોડનું નુકશાન થયેલ છે. જેની વધુ તપાસ હાથ ધરી છે.

X
Waghodia - latest waghodia news 040549
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી