• Gujarati News
  • મંડાળામાં સગીરાએ વિષપાન કરતાં અને વૃદ્ધાનું સર્પદંશથી મોત

મંડાળામાં સગીરાએ વિષપાન કરતાં અને વૃદ્ધાનું સર્પદંશથી મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇતાલુકાના મંડાળા ગામે મુળ ગોરજ તા.વાઘોડિયાની રહેતી ૧૪ વર્ષીય ભાવિકા ગઇકાલે પોતાના દાદાની સાથે ખેતરમાં ગઇ હતી. તે દરમ્યાન તેને તરસ લાગતા ખેતરમાં પડેલા એક ગ્લાસમાં પાણી કાઢીને પી જતાં થોડી વાર દરમ્યાન તેને હોશખોશ ગુમાવી દેતા તેના દાદા સપ્તવરે તેણીનીને લઇને ડભોઇ પ્રમુખ સ્વામીહોસ્પિટલ ખાતે લઇને આવી ગયા હતાં. પરંતુ સારવાર દરમ્યાન મોડી સાંજના ભાવિકાનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટનામાં નગરનાં કૃષ્ણસિનેમાંની સામે આવેલા તલાટી ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા સવિતાબેન અંબાલાલ વસાવાને એક ઝેરી સાપે આવીને તેને દંશ દેતા સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.