• Gujarati News
  • નિષ્ણાત પાસે લોકની તપાસ કરાવીશું

નિષ્ણાત પાસે લોકની તપાસ કરાવીશું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાઇડનું લોક આપમેળે ખૂલી જતાં
દીકરી પટકાઇ : અમે FIR નોંધાવીશું
આજવા ફનવલ્ર્ડ સ્થિત બ્રેકડાન્સ રાઇડનું લોક ખરાબ હોવાથી જ આપમેળે જ ખૂલી જતાં મારી દીકરી પટકાઇ હતી. તેને ગંભીર ઇજા પહોંચતાં આજે પણ સારવાર હેઠળ છે. અમે ફનવલ્ર્ડના સંચાલકોની નિષ્કાળજી અંગે એફઆઇઆર નોંધાવીશું તેમ ઘાયલ વિધાર્થિનીના પિતાએ સોમવારે આક્રોશ વ્યકત કર્યોહતો.
વાઘોડિયાની સુમનદીપ વિધાપીઠના વિધાર્થીઓ ગત શનિવારે આજવા ફનવલ્ર્ડ ખાતે ફરવા માટે ગયા હતા. બપોરે બ્રેકડાન્સ રાઇડમાં બેઠેલા વિધાર્થીઓ પૈકી ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હાલોલની ૧૭ વર્ષીય જાŽવી સંજીવભાઇ પરીખ એકલી જ બેઠી હતી. રાઇડનું સેફટી લોક ખૂલી જતાં વિધાર્થિની ચાલુ રાઇડમાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. વાઘોડિયા પોલીસે જાણવાજોગ નોંધ લઇને તપાસ શરૂ કરી છે.
બીજી તરફ ફનવલ્ર્ડના માર્કેટિંગ મેનેજર વિમલ પટેલે તો રાઇડ પ્રોપર બંધ થયા વગર વિધાર્થિની ઉતરવા જતાં ઘટના બની હોવાનું કાું હતું. ફનવલ્ર્ડ સંચાલકના નિવેદનથી વિધાર્થિનીના પિતા હેબતાઇ ગયા હતા. પિતા સંજીવ પરીખે જણાવ્યું હતું કે, ચાલુમાં લોક ખોલવાની વાત તદ્દન ખોટી છે. રાઇડનું લોક જ ખરાબ હોવાથી આપમેળે ખૂલી ગયું હતું. મારી દીકરી એસ્સેલ વલ્ર્ડમાં પણ બેઠેલી છે અને પેરાગ્લાઇડિંગ પણ કરેલું છે. તેને એટલી તો ખબર છે જ કે ચાલુ રાઇડમાં લોક ખોલીને ન ઉતરાય.
આ દૂઘટર્ના ના કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે, વર્ષોથી એક જ રાઇડ રખાઇ છે અને તેનું મેન્ટેનન્સ પણ કરતા નથી. તેમની નિષ્કાળજીના કારણે જ મારી દીકરીને ગંભીર ઇજા થઇ છે. જો ફનવલ્ર્ડના સંચાલકો સામે પગલાં નહિ ભરાય તો આવી જ રીતે બનાવો બનશે અને લોકો ભોગ બનતા રહેશે. હાલ પોલીસ એનસી લઇ કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી દીકરી હોસ્પિટલમાંથી આવે પછી અમે ફનવલ્ર્ડના સંચાલકોની નિષ્કાળજી અંગેની એફઆઇઆર કરીશું. વિધાર્થિનીના પિતાના વલણ સંદર્ભે ફનવલ્ર્ડના માર્કેટિંગ મેનેજર વિમલ પટેલનું મંતવ્ય જાણવા પ્રયાસ કર્યોહતો પરંતુ તેમનો કોઇ સંપર્ક નહિ થતાં તેમનું મંતવ્ય જાણી શકાયું નથી.
બ્રેકડાન્સ રાઇડમાંથી પડી ગયેલી વિધાર્થિનીના બનાવના તપાસકર્તા એએસઆઇ ગમરસિંહને પૂછતાં તેમણે કાું હતું કે હાલ જાણવાજોગ નોંધ લઇને જ નિવેદન લેવાની કાર્યવાહી ચાલી રહી છે. લોક આપમેળે જ ખૂલી ગયું હોવાનું તપાસમાં નીકળશે તો ફરિયાદ પણ કરીશું. સેફટી લોકનું નિષ્ણાત પાસેે પરી ાણ પણ કરાવવામાં આવશે.