તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ કરવાના બહાને શ્રમિકના ~25,000 કાઢી ઠગ ત્રિપુટી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાચોકડીથી શટલ રિક્ષામાં બેઠેલા શ્રમિકની થેલીમાં ચેકિંગ કરવાના બહાને તેની સાથે સવાર 2 શખ્સોએ નજર ચૂકવી ~25,000 કાઢી લીધા બાદ રિક્ષા ચાલકે તેને ફર્ટિલાઇઝર પાસે ઉતારી ત્રિપુટી રફુચક્કર થઇ ગઇ હતી. શ્રમિકે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે રિક્ષા ચાલક સહિત ત્રિપુટીની શોધ હાથ ધરી છે.

પુત્રના મકાન માટે નાણાં આપવા આવેલી ઠાસરાની મહિલાના થેલામાંથી શટલ રિક્ષામાં સવાર ગઠિયાઓ ~50,000ની ચોરી કરી ભાગી ગયા હતા. દિવસે બપોરે 12:45 વાગ્યાના સુમારે મૂળ અલી રાજપુરના ડરકલી ગામના અને હાલ ખટંબા શ્રીપોર ટીંબી ખાતે રહેતા રમેશ નવલસિંગ બન્ડેડિયા પણ શટલ રિક્ષા ભેજાબાજ ટોળકીનો શિકાર બન્યા હતા. કન્સ્ટ્રકશનની સાઇટ પર મજૂરી કામ કરતાં રમેશભાઇ કપડાંની થેલીમાં ~25,000 મૂકી અમદાવાદ ખાતે જઇ રહ્યા હતા. વાઘોડિયા ચોકડીથી તેઓ શટલ રિક્ષામાં બેઠા હતાં.

ડ્રાઇવર ઉપરાંત અજાણ્યા 2 શખ્સો રિક્ષામાં બેઠેલા હતા. બંને શખ્સોએ રમેશભાઇને કપડાંની થેલીમાં શું છે તેમ કહી ચેકિંગ કરવાના બહાને થેલીમાં હાથ નાખ્યો હતો અને તેની નજર ચૂકવી ~ 25,000 કાઢી લીધા હતા. ફર્ટિલાઇઝર બાયપાસ બ્રિજ પાસે રિક્ષા ચાલકે તેને ઉતારી મૂકી રિક્ષા પૂરઝડપે હંકારી દીધી હતી. જેના પગલે રમેશભાઇને શંકા જતાં તેમણે થેલીમાં જોતાં ~ 25,000ની ચોરી થઇ ગઇ હતી.

રિક્ષા ચાલકે શ્રમિકને ફર્ટિલાઇઝર પાસે ઉતારી દીધા

અન્ય સમાચારો પણ છે...