તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઘોડિયાથી પિસ્તોલ સાથે કેરિયર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયામાંભાડાના મકાનમાં હાથ બનાવટની માઉઝર (પિસ્તોલ) સાથે કવાંટના કેરિયરને જિલ્લા એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે ~20,000ની કિંમતની પિસ્તોલ કબજે કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

વાઘોડિયાના કસ્તૂરબા ફળિયામાં બળદેવભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહેતા ઉમેશ ગણપત રાઠવાએ ઘરમાં માઉઝર (પિસ્તોલ) લાવી રાખી હોવાની બાતમી જિલ્લા એસઓજી પીએસઆઇ ઉત્સવ બારોટને મળતાં ગુરુવારે સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો. પોલીસે ઉમેશ ગણપત રાઠવા (ઉ. 20,મૂળ છોટાઉદેપુર) બહાર આવ્યો હતો. એસઓજીની ટીમે ~20,000ની કિંમતની માઉઝર કબજે કરી ઉમેશ રાઠવાની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પૂછતાછમાં માઉઝર ક્વાંટ તરફથી અજય નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કેફિયત કરી હતી. ઉમેશ હથિયાર કોને આપવાનો હતો તેણે અગાઉ કોને કોને હથિયાર લાવી આપ્યાં છે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે કેમ? તેમજ બીજા કોણ કોણ સહઅારોપી છે તે સહિતની વિગતોની પૂછતાછ કરવા 5 દિવસના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...