તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનો અગ્રણી કિરણ ચૌહાણ ~2.25 કરોડની લૂંટનો સૂત્રધાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.2.25 કરોડની સનસનાટીભરી લૂંટનો સૂત્રધાર ભાજપનો અગ્રણી કિરણ ચૌહાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનો ખજાનચી કિરણ સ્કોર્પીઓ કારમાં ધસી જઇ ક્રાઇમ બ્રાન્ચના પીઅાઇ તરીકેને ઓળખ આપી હતી. તેણે બિલ્ડરના કર્મચારીને છરો બતાવી રૂા. 50 લાખ લૂંટી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ભાજપના કોર્પોરેટર વિજય પવારનો ભાઇ વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ રોકડા રૂા. 31 લાખ સાથે પકડાતા પોલીસે તેની અટકાયત કરી હતી. રૂપિયા જમીન દલાલ મિત્ર રાકેશે તેના સગાસંબંધી અને પરિચિતો પાસેથી લઇ બેંક ખાતામાં જમા કરવા આપ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે, ઇન્કમટેક્સ વિભાગે સીઝ કરેલા રૂપિયાને તેમની મંજૂરી વગર નહિ આપવા સીઝ લેટર આપ્યો હતો.

ભાજપના કોર્પોરેટરના ભાઇ બાદ વધુ એક ભાજપના અગ્રણીની રૂા. 500-1000ની બંધ થયેલી નોટની લૂંટમાં સંડોવણી બહાર આવી છે. ભરૂચના બિલ્ડરના કર્મચારી અને તેમનો મિત્ર રૂા. 2.25 કરોડને એક્સચેન્જ કરાવવા માટે આવતા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનો ખજાનચી અને સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવતો કિરણ ચૌહાણ ત્રણ કારમાં સાગરિતોને લઇ પહોંચી જઇ ક્રાઇમ બ્રાન્ચના પીઅાઇ તરીકે ઓળખ આપી છરો બતાવી બિલ્ડરના કર્મચારી સંજય પાસેથી રૂા. 50 લાખની નોટોના બંડલો બીજા થેલામાં મૂકાવ્યા હતાં. ભાજપના ચિન્હ સાથેની કિરણની સ્કોર્પીઓ કારમાં એક મહિલા પણ બેઠેલી હતી. ત્યારબાદ વિશાલ ઉર્ફે વિક્કી કહાર તેમને વાઘોડિયા પોલીસ સ્ટેશન બાદ વાઘોડિયા ચાેકડી પર લઇ જઇ માર માર્યો હતો અને તેની પાસેની રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારવાની ધમકી આપી બાકીના રૂા. 1.75 કરોડ પણ લૂંટી લીધા હતાં.

વૈકુંઠ પવાર ઉર્ફે દબંગ પાસેના રૂા. 31 લાખ અને રૂા. 2.25 કરોડની લૂંટ વચ્ચે કોઇ કનેકશન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે. વૈકુંઠ સાપ્તાહિક પેપર ચલાવે છે જ્યારે લૂંટમાં સંડોવાયેલા વિશાલ ઉર્ફે વિક્કી કહાર અને કિરણ ચૌહાણ પણ સાપ્તાહિક પેપર ચલાવે છે. અલબત્ત, હાલના તબક્કે તે અંગે કોઇ કડી મળી નથી.

દબંગના 31 લાખનું કનેક્શન છે કે કેમ? તપાસ

ભરૂચના બિલ્ડરને રૂા. 500-1000ની નોટ એક્સચેન્જ કરાવવાના બહાને બોલાવ્યા બાદ નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર ભાજપનો અગ્રણી કિરણ ચૌહાણ અને વીક્કી ઉર્ફે વિશાલ કહાર.

તો ચરસી છે, પાઉડરના પૈસા છે, કાળંુ નાણું છે તેમ કહી રોફ જમાવ્યો

} વિશાલ ઉર્ફે વિક્કી કહારે વાઘોડિયા ચાેકડી પર લઇ જઇ બંનેને માર માર્યો

} કિરણેે ક્રાઇમ બ્રાન્ચનો પીઆઇ બની બિલ્ડરના મિત્ર- કર્મચારીને ધમકાવ્યા

વિશાલ ઉર્ફે વિક્કી કહાર સહિત 6 શખ્સો વિરૂદ્ધ ગત 16 જૂને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વિક્કી બાદશાહ નગર પાસે આવેલી મહેન્દ્ર ઝાલાની રેશનિંગની દુકાને તેના સાગરિતો સાથે ધસી ગયો હતો. વેપારી પપ્પુ સોહનલાલ ખટીક ટેન્કરમાંથી કેરોસીન કાઢતો હતો ત્યારે વિક્કી અને તેના સાગરિતો ફોટા પાડી વીડિયો શુટિંગ ઉતારતા હતાં. ત્યારબાદ વેપારીને માર મારી ધંધો નહિ કરવા દઇએ તેવી ધમકી આપી રૂા. 50,000ની ખંડણી માગી હતી તેમજ કેરોસીનના રૂા. 17000 લઇ ગયા હતાં. બાપોદ પોલીસે વધુ તપાસ કરી છે.

લૂંટારુ ટોળકીમાં નવસારીની સોનલ નામની યુવતી પણ સંડોવાયેલી હોવાનું ભોગ બનનારે પોલીસને જણાવ્યું છે. સોનલ નવસારીથી કાર લઇને વડોદરા આવે છે. સાપ્તાહિક પેપર ચલાવતા વિશાલ અને કિરણ ચૌહાણની સાથે મળી સોનલ પણ લોકો પાસે પૈસા પડાવવાનો ગોરખધંધો કરતી હોવાની પોલીસને વિગતો મળતાં દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે. સોનલ ઉપરાંત અમદાવાદ તેમજ વડોદરાની 2 થી 3 મહિલા પત્રકાર હોવાનો ડોળ કરી સસ્તા અનાજની દુકાનો તેમજ બૂટલેગરોને ટાર્ગેટ બનાવતી હતી.

વડોદરામાં રહેતા અને કંપની સંચાલકના મિત્ર દિપક અંબાણીએ કહ્યું કે, મારે કોઇ પેમેન્ટની લૂ઼ંટ થઇ નથી. લૂંટ થઇ છે તે પ્રાઇવેટ કંપની છે. લૂંટ કરનાર કિરણ ચૌહાણ અને વિક્કી કહાર છે અને બંને પ્રેસ મીડિયાનુ કામ કરે છે. તેમની સાથે કુલ 8 જણ હતા અને 3 થી 4 મહિલા હતી જે કારમાં બેઠી હતી. ભોગ બનનાર ભરૂચના લેબર કોન્ટ્રાક્ટરના પૈસા છે અને પગાર ચૂકવવાના પૈસા હતાં, કોઇ બ્લેક મની નથી. મેં પોલીસ કમિશ્નરને પણ રૂબરૂ મળી રજૂઆત કરી છે. એક -બે દિવસમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

વિક્કી વિરૂદ્ધ અગાઉ ગુનો નોંધાયો હતો

નવસારીની સોનલ પણ ટોળકીમાં હતી

3થી 4 મહિલાઓ કારમાં બેઠી હતી

વિક્કીએ સમજાવટથી રૂપિયા નહિ આપતા દિવસ બાદ ફરિયાદ

રૂા. 2.25 કરોડની લૂંટની ફરિયાદ નોંધાયા બાદ રૂપિયા લેબર કોન્ટ્રાક્ટર પાસે ક્યાંથી આવ્યા , બેંકમાં જમા કરાવવાના બદલે વચેટિયાઓને એક્સચેન્જ કરાવવા માટે આપવાનું કારણ શું 19મી નવેમ્બરે બનેલી ઘટનાની ફરિયાદ 6 દિવસ પછી કેમ કરાઇ અત્યાર સુધી મેનેજ નહિ થતાં પોલીસના દ્ધાર ખટખટાવ્યા છે તે સહિતના યક્ષપ્રશ્નો ઉભા થયા છે. ફરિયાદ મોડી કરવા સંદર્ભે બાપોદ પીઅાઇ એ.વી.પરમારે જણાવ્યું હતું કે, મિલન્દભાઇએ સંજય અને રાકેશને કહ્યું હતું કે આપણે ધંધાદારી માણસો છીએ. વિક્કી શાંતિથી રૂપિયા આપી દે તો પોલીસ કાર્યવાહી કરવી નથી. તેમણે કહાર સમાજના અગ્રણીઓને પણ રૂપિયા પરત મળી જાય તે માટે વાત કરી હતી પરંતુ કોઇ સંતોષકારક જવાબ નહિ મળતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. કાળુ નાણું છે કે કેમ તેની તપાસ માટે ઇન્કમટેક્સ સહિતના વિભાગને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...