તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બૂટલેગરના સાગરીતનું અપહરણ કરનારની ધરપકડ કરતી પોલીસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનવાપુરાના બૂટલેગર પાસેની બે લાખની ઉઘરાણી માટે તેના સાગરીતનું અપહરણ કરનાર બૂટલેગરની બાપોદ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ‘બે લાખ રૂપિયાની ઉઘરાણી નવાપુરાના બૂટલેગર જિતુ પાસે વાઘોડિયા રોડનો બૂટલેગર પ્રદીપ ઠક્કર કરતો હતો. જિતુના વાયદાથી તંગ પ્રદીપ ઠક્કરે તેના સાગરીતો અરુણ માછી,રવિ ઉર્ફે કાળિયો અને રાજુ ઉર્ફે સોનુની મદદથી ઇનોવા કારમાં જિતુના ખાસ માણસ કેતન ચંપક માછીરહે નવાપુરા)નું અપહરણ 12-7-16ના રોજ રાત્રે કર્યું હતું.આ સંબંધમાં કેતનના પિતા ચંપક ચીમનભાઈ માછીએ ફરિયાદ નોંધાવી હતી.

અપહરણ કર્તાઓએ કેતનને સવારે મુક્ત કરી દીધો હતો.બાપોદ પોલીસે 3ની ધરપકડ કરી હતી.પણ તે સમયે સૂત્રધાર પ્રદીપ ઠક્કર ઝડપાયો હતો. પોલીસે આજે ટ્રાન્સફર વોરંટ દ્વારા વાઘોડિયા પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો.

નવાપુરાના બૂટલેગર પાસે રૂપિયાની માગણી કરાઇ હતી

બે લાખ રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...