રૂા.2.25 કરોડની લૂંટમાં બે ભાઈ બાદ ત્રીજાની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતનવેમ્બર માસમાં ભરૂચના બિલ્ડરની રૂા. 500 -1000ની નોટ એક્સચેન્જ કરી આપવાના બહાને સાપ્તાહિકના 2 પત્રકાર સહિત 8 શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના સ્વાંગમાં આવી પિસ્તોલની અણીએ રૂા. 2.25 કરોડની લૂંટ ચલાવી હતી. કેસના આરોપી વિશાલ ઉર્ફે વિક્કી કહારે 2-2-17ના રોજમાં કોર્ટમાં સરન્ડર કર્યું હતું.આ પછી ક્રાઇમ બ્રાન્ચે વિક્કીના ભાઈ સ્મીત ઉર્ફ શકિત જગદીશ કહાર (ઉ.વ.26, રહે. જૂનીગઢી, પાણીગેટ)ની ધરપકડ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

અકોટામાં રહેતા મિલીન શાહ વિરાટ કન્સ્ટ્રકશનના નામે વ્યવસાય કરે છે. બિલ્ડરે રૂા. 500 અને 1000ની રૂા. 2.25 કરોડની નોટ પડી હોવાથી તેને બદલી આપનાર કોઇ ધ્યાનમાં હોય તો કહેજો તેમ કહેતાં તેમણે પાણીગેટ જૂનીગઢી ખાતે રહેતા અને લાસ્ટ વીક ન્યૂઝ પેપર ચલાવતા વિશાલ ઉર્ફે વિક્કી કહારનો સંપર્ક કર્યો હતો.

ગત 19મી નવેમ્બરે બિલ્ડરને ત્યાં કામ કરતો સંજય અને રાકેશ રૂા. 2.25 કરોડ લઇ વાઘોડિયા ચોકડી પાસે પહોંચતાં વિશાલ કહારેકારમાં બેસાડી નિમેટા ગાર્ડન પાસે ગયા હતા. જ્યાં ધસી આવેલા 6 શખ્સોએ કારને આંતરી હતી. કારમાંથી ઉતરેલા શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચ અને પ્રેસના માણસો હોવાની ઓળખ આપી બંદૂક રાકેશના લમણે મૂકી તેને કારમાં બેસાડી દીધો હતો જ્યારે સંજયને નિમેટા ગાર્ડનના પાર્કિંગમાં લઇ જઈ ધમકાવી લૂંટ કરી હતી.

અગાઉ વીક્કી કહાર અને ઉમંગ કહાર એમ બે ભાઈઓની ધરપકડ બાદ વધુ એક ભાઈ સ્મીત કહારની ધરપકડ કરી પોલીસે તપાસને આગળ ધપાવી છે.

શકિત કહારના પોલીસે 2 દી’ના રિમાન્ડ મેળવ્યા

સાપ્તાહિકના 2 પત્રકાર સહિત 8ની સંડોવણી

અન્ય સમાચારો પણ છે...