તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વડોદરા |શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યાની ફરિયાદના ઉકેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યાની ફરિયાદના ઉકેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેસરની સમસ્યાની ફરિયાદના ઉકેલ માટે રૂા.3.34 કરોડનો ખર્ચો કરવામાં આવશે અને તેના માટેની મંજૂરી આપવામાં આવી છે.શહેરમાં હાલમાં રોજનું 4600 લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ, પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ,બાપોદ,ન્યૂ વીઆઇપી રોડ,સરદાર એસ્ટેટ રોડ,ડભોઇ રિંગ રોડ વિસ્તારમાં અપૂરતા પ્રેસરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે રોજેરોજ વિસ્તારમાં પાણી માટે કાળો કકળાટ થઇ રહ્યો છે.આ સમસ્યાના ઉકેલ માટે વર્ષ 2016-17 માટે સેવાસદનના પાણી પુરવઠા વિભાગે કાસ્ટ આયર્ન-ડીઆઇ નળિકા નાંખવા માટે ટેન્ડર મંગાવ્યાં હતાં. જેમાં રૂા.2.50 કરોડની ખર્ચ મર્યાદામાં વાર્ષિક ઇજારાથી પાઇપો પૂરી પાડવા માટેના લોએસ્ટ ટેન્ડરને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટેન્ડરને સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી અને તેના કારણે પૂર્વ વિસ્તારમાં લો પ્રેસરની સમસ્યા માટે પાણીની પાઇપો નાંખવામાં આવશે.તેવી રીતે, બાપોદ પાણીની ટાંકીમાટે પાણીની લાઇન નાંખવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

પૂર્વ વિસ્તારની પાણીની સમસ્યાના ઉકેલ માટે ~3.34 કરોડ ખર્ચાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો