તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુલ- 4901.13 ચો.મી.નું બાંધકામ બિનપરવાનગીથી થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે બાંધકામ અંગેનો રિપોર્ટ જિલ્લા પંચાયતે મહેસુલ વિભાગને મોકલાયો હતો

વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં બિનપરવાનગીથી કરાયેલા બાંધકામ માટે કે એમ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો.મનસુખ શાહને જવાબદાર ઠેરવતો રિપોર્ટ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ મે મહિનામાં મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રજૂ કર્યો હતો. રિપોર્ટ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગને પણ મોકલી અપાયો હતો. પીપળિયામાં વિવિધ સરવે નંબરવાળી જમીનમાં ખાતેદાર કે એમ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેંજિંગ ટ્રસ્ટી ડો.મનસુખ શાહે નકશા વિરુદ્ધ કુલ- 28449.06 ચો.મી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કરેલું હતું. તેને દૂર કરવા કલેકટર તરફથી જિલ્લા પંચાયતને જાણ કરવામાં આવી હતી. સુમનદીપ વિદ્યાપીઠના કરાયેલા બાંધકામની ફરીથી માપણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી ફેર તપાસમાં બિનઅધિકૃત બાંધકામ જણાઇ આવ્યું હોવાની નોંધ સાથે જિલ્લા પંચાયતના ના.જિ.વિકાસ અધિકારી ડી.એન.પટેલે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. અહેવાલ મુજબ સુમનદીપ વિદ્યાપીઠમાં યુનિટ નંબર 3,4 5માં જણાવેલું કુલ- 4901.13 ચો.મી.નું બાંધકામ બિનપરવાનગીથી કરાયું હોવાનું જણાઇ આવ્યું હતું.

સુમનદીપ વિદ્યાપીઠ અંગે કાર્યવાહીનો આદેશ ટૂંકમાં

અન્ય સમાચારો પણ છે...