• Gujarati News
  • વાઘોડિયા નગરમાં પાઇપ લાઇનથી ગેસ આપવા મહિલાઓની રજૂઆત

વાઘોડિયા નગરમાં પાઇપ લાઇનથી ગેસ આપવા મહિલાઓની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારેવડોદરા ગ્રામ્ય અને વાઘોડિયા તાલુકાના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિરાકરણ કરવાના હેતુથી માર્ગ અને મકાન રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં લોક સંવાદ સેતુ-લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા તાલુકાના લોક દરબારમાં વડસલા ગ્રામ પંચાયતનો 3 વર્ષથી પડતર પ્રશ્ન અને રતનપુરનો બે વર્ષથી અટવાયેલો પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાઇ હતી. વાઘોડિયા તાલુકાના લોક દરબારમાં 50 જેટલી મહિલાઓ તેમજ ગ્રામજનોએ વાઘોડિયા નગરમાં ગેઇલ કંપનીમાંથી પાઇપ લાઇન દ્વારા રાંધણ ગેસ આપવા ઉગ્ર રજૂઆત કરતાં મંત્રીએ યોગ્ય કરવા જણાવ્યું હતું.

વડોદરા સર્કિટ હાઉસમાં વડોદરા તાલુકાના લોક દરબારમાં 57 લોક સમસ્યાઓના સંતોષજનક ઉકેલનું માર્ગદર્શન અપાયું હતું. વાઘોડિયા તાલુકાના લોક દરબારના કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ અને નાગરિકોએ તાલુકામાં ગેઇલ કંપની આવેલી હોઇ વાઘોડિયાનગરનાં રહીશોને પાઇપ લાઇનથી ગેસ આપવાની માગણી કરી હતી. મુદ્દે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરી વર્ષો- જૂની માગણીનો ઉકેલ લાવવા જણાવ્યું હતું.